logo

header-ad

BJP સાથે છેડો ફાડનાર દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખને મળ્યા

  • Published By : Jago News
  • Updated on : 2024-04-10 10:30:48

વડોદરા: પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા માટે પહોંચ્યા હતા, જેથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભાજપથી છેડો ફાડ્યાને એક વર્ષ થઇ ગયું છે. મેં કોગ્રેસમાંથી ચૂંટણી લડવાની માગણી કરેલી છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો લડવાનો જ છું અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી.

ખુલ્લું મેદાન છે, લડવાનો છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખુલ્લું મેદાન છે અને આ મધુ શ્રીવાસ્તવ છે. લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. મારી અને શક્તિસિંહની મિત્રતા છે. કોંગ્રેસ મારા નામની જાહેરાત કરશે તો લડી પણ લઇશું. ના થાય તોપણ લડવાનું છે.

અગાઉ પણ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો
શું મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડાવશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી.

લોકોનું સમર્થન મળી રહ્યું છે
શક્તિસિંહ ગોહિલેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ રાખ્યો છે, જેથી આજે હું અહીં આવ્યો છું. જશપાલસિંહ પઢિયારે ટિકિટ માગી નહોતી, પરંતુ સ્થાનિકોની માગણીને કારણે તેમને ટિકિટ આપવામાં આવી છે અને તેમને ખૂબ સમર્થન મળ્યું છે, જેથી હું લોકોનો આભાર માનું છું.

 

 

Related News