logo

header-ad

દિલ્લીની જેમ ગુજરાતના અમદાવાદમાં સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, એક પછી એક એમ 7 સ્કૂલને ધમકી મળતાં તંત્ર એક્શનમાં

  • Published By : Jago News
  • Updated on : 2024-05-06 11:54:42

અમદાવાદ: દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે. અમદાવાદની સાત જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલોને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવી રહ્યાં છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ થયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી. અમદાવાદની સાત સ્કૂલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે. દિલ્હીની સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઇ-મેઈલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઇ-મેઈલમાં સ્કીલ પાસેથી પૈસા પણ માગવામાં આવ્યા હતા.

આ સ્કૂલોને મળ્યાં છે બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઈલ
1.
ઓનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2
2.
એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1
૩. અમૃતા વિદ્યાલય ઘાટલોડીયા ઝોન- 1
4.
કેલોરેક્ષ સ્કુલ ઘાટલોડીયા ઝોન- 1
5.
આર્મી કેન્ટોનમેન્ટ
અન્ય અમદાવાદ ગ્રામ્યની છે.

5 દિવસ પહેલા દિલ્હીમાં પણ ધમકી મળી હતી
5
દિવસ પહેલા દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ધમકી એજ ઇ-મેઈલથી મોકલવામાં આવી હતી. આ ઇ-મેઈલ આજે સવારે 6 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. ઇ-મેઈલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 60 જેટલી સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે.

 

Related News