કાનૂની મુશ્કેલીઓ છતાં ટ્રમ્પ પ્રમુખપદની રેસમાં સૌથી મોખરે
- Published By : Jago News
- Updated on : 2024-05-13 12:25:17
અમેરિકી
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી વધુ
રસપ્રદ બની રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન
અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ
સમાચારોમાં અલગ-અલગ કારણોને લીધે છવાયેલા છે. જ્યાં બાઈડન ચૂંટણી લડાઈના
દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રાજ્યો (સ્વિંગ સ્ટેટ્સ)માં પ્રચારને કારણે ચર્ચામાં છે. જ્યારે બીજી તરફ, ટ્રમ્પ ડેનિયલ સ્ટોર્મી
વિવાદને કારણે ચર્ચામાં છે. કાનૂની સમસ્યાઓ હોવા છતાં ટ્રમ્પ તમામ સરવેમાં બાઈડનથી
થોડા આગળ ચાલી રહ્યા છે. રીઅલક્લિયર પોલિટિક્સના સરવે અનુસાર, ટ્રમ્પનું એપ્રુવલ
રેટિંગ 46.1% છે જ્યારે બાઈડનું 44.9% છે. જોકે, મતદાનમાં 6 મહિના બાકી છે અને આંકડાઓમાં ફેરફાર જોવા મળી શકે છે.
બાઈડન આર્થિક મોરચે
પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે
·
ચૂંટણી રેલીઓમાં બંદરોના નિર્માણ તેમજ વિવિધ માળખાકીય
સુવિધા પર દાવ રમશે.
·
અફઘાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અને પ્રવાસી કાયદામાં
ફેરફારનો દાવ રમશે.
·
ગર્ભપાતના મુદ્દે મતદારો બાઈડનને પસંદ કરી રહ્યા છે.
·
ટ્રમ્પ સામેના આક્ષેપો વચ્ચે મતદારો બાઈડનને પસંદ કરી રહ્યા
છે.
સ્વિંગ સ્ટેટ્સમાં
ટ્રમ્પ બાઈડન કરતાં વધુ મજબૂત
·
એરિઝોના-જ્યોર્જિયા સહિત 7 રાજ્યોમાંથી 6માં ટ્રમ્પ બાઈડન કરતાં
આગળ છે.
·
ઇમિગ્રન્ટ્સ કાયદા અંગે મતદાતાની પ્રથમ પસંદગી ટ્રમ્પ.
·
62% મતદારો ટ્રમ્પને બાઈડન કરતા વધુ ફિટ માને છે.
·
આર્થિક મોરચે બાઈડનને નિષ્ફળ ગણાવીને મતદારોને લલચાવી રહ્યા
છે.