logo

header-ad

ગુજરાત સહિત 11 રાજ્યોમાં આવતીકાલે મતદાન:રૂપાલા-માંડવિયાનું ભાવિ થશે નક્કી

  • Published By : Jago News
  • Updated on : 2024-05-06 11:16:51

નવી દિલ્લી:લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે (7 મે)ના રોજ 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થશે. 28 વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે. આ પહેલાં 1996માં ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાયું હતું. અગાઉ 95 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ ગુજરાતની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ 21 એપ્રિલે નામંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.આ ઉપરાંત ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટની 30 એપ્રિલે યોજાનારી ચૂંટણીને પણ મોકૂફ રાખી હતી. અહીં હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે આવું થયું હતું. હવે ત્યાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ ચૂંટણી યોજાશે.ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશની બેતુલ સીટ પર પણ મતદાન થવાનું છે. બીએસપી ઉમેદવારના મૃત્યુ પછી, બીજા તબક્કા (26 એપ્રિલ)માં થનાર મતદાન ત્રીજા તબક્કા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ત્રીજા તબક્કામાં કુલ 1352 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 1229 પુરુષ અને 123 (9%) મહિલા ઉમેદવારો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ, 244 ઉમેદવારો ગુનાહિત છબી ધરાવે છે. 392 ઉમેદવારો પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે.

 

244 ઉમેદવારો સામે ફોજદારી કેસો છે, જેમાંથી 172 પર હત્યા, બળાત્કાર વગેરે જેવા કેસ છે
ADR
રિપોર્ટ દર્શાવે છે કે 244 (18%) ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. તેમાંથી 172 (13%)માં હત્યા, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર કેસો પણ સામેલ છે. 5 ઉમેદવારો સામે હત્યાના 24 અને હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે. 38 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે કેસ નોંધાયેલા છે. તેમાંથી બે સામે બળાત્કારના કેસ ચાલી રહ્યા છે. તેમજ, 17 ઉમેદવારો વિરુદ્ધ હેટ સ્પિચ સંબંધિત કેસ નોંધાયેલા છે.


ત્રીજા તબક્કામાં 392 ઉમેદવારો કરોડપતિ બન્યા
ADR
મુજબ ત્રીજા તબક્કાના 1352 ઉમેદવારોમાંથી 392 એટલે કે 29% ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે સરેરાશ 5.66 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમજ, એવા પાંચ ઉમેદવારો છે જેમણે તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે.

મહારાષ્ટ્રની કોલ્હાપુર સીટ પરથી અપક્ષ ઉમેદવાર ઈરફાન અબુતાલિબ ચાંદ પાસે સૌથી ઓછી માત્ર 100 રૂપિયાની સંપત્તિ છે. તેમજ, ગુજરાતની બારડોલી બેઠક પરથી બહુજન સમાજ પાર્ટી (BSP) ના ઉમેદવાર રેખાબેન હરસિંહભાઈ ચૌધરીએ તેમની સંપત્તિ 2000 રૂપિયા જાહેર કરી છે.


647 ઉમેદવારો પર દેવું
ત્રીજા તબક્કાના 647 (48%) ઉમેદવારો સામે લોન ચાલી રહી છે. મધ્યપ્રદેશની મોરેના સીટ પરથી બીએસપી ઉમેદવાર રમેશ ગર્ગ સૌથી વધુ દેવાદાર છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમની પાસે 351.61 કરોડ રૂપિયાની જવાબદારી છે, જ્યારે તેમની કુલ સંપત્તિ 16.47 કરોડ રૂપિયા છે.

સૌથી વધુ વાર્ષિક આવકના સંદર્ભમાં મહારાષ્ટ્રની માધા બેઠક પરથી ભાજપના રણજિતસિંહ હિન્દુરાવ નાઈક નિમ્બાલકર ટોચ પર છે. તેમની કુલ વાર્ષિક આવક 44.57 કરોડ રૂપિયા છે. તેમણે વેપાર અને ખેતીને તેમની આવકના સ્ત્રોત તરીકે દર્શાવ્યા છે.

કુલ 1352 ઉમેદવારોમાંથી, 591 (44%) ઉમેદવારો સ્નાતક છે, જ્યારે 19 ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે. જ્યારે, 411 (30%) ઉમેદવારોની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે અને 228 (17%) 61 થી 80 વર્ષની વચ્ચે છે, જ્યારે એક ઉમેદવારની ઉંમર 84 વર્ષની છે.

Related News