logo

header-ad

રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ અમદાવાદમાં જાહેર સભાને સંબોધી, કહ્યું- 50 વર્ષથી રાજનીતિ કરું છું પણ આવો માહોલ નથી જોયો

  • Published By : Jago News
  • Updated on : 2024-05-03 12:00:09

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 2 દિવસની અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અશોક ગેહલોતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના અમરાઈવાડી વિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી.જાહેર સભામાં કોંગ્રેસના અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને લોકસભાના ઉમેદવાર હાજર રહ્યા હતા.સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હતા.

ઇલેક્શન કમિશન દબાણમાં કામ ન કરી શકે
અશોક ગેહલોતે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, 10 વર્ષ અગાઉ જે વાયદા કર્યા તે પૂરા નથી થયા. નરેન્દ્ર મોદી બોલવામાં સારા વકતા છે પરંતુ, દેશની સમસ્યા પર કોઈ ચર્ચા નથી કરતા. મોંઘવારી, બેરોજગારી, ગરીબ અને અમીર વચ્ચેના અંતરનો મુદ્દો છે. ઇલેક્શન કમિશન, ED, CBI સહિતની સંસ્થાઓ દબાણમાં કામ ન કરી શકે. ઇલેક્શન કમિશન શું વ્યવહાર કરે છે? તે તમારી સામે છે. કોંગ્રેસના બેન્કના ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. દેશ ચિંતામાં છે કે ભાજપ ચૂંટણી જીતશે તો શું થશે? 3 કાળા કાયદા બન્યા છે, જે વિપક્ષને સાથે રાખ્યા વિના બનાવવામાં આવ્યા છે.

લોકોને જાતિ કે ધર્મના નામે ભટકાવવા ના જોઈએ
ચૂંટણી ખૂબ જ મહત્વની છે, જે દેશની દિશા અને દશા નક્કી કરશે. સરકાર વિપક્ષને દુશ્મન સમજે છે. દેશ નીતિ અને સિદ્ધાંતોથી ચાલવો જોઈએ. કોઈ જાતિ કે ધર્મના નામે ભટકાવવા ના જોઈએ. હું 50 વર્ષથી રાજનીતિ કરું છું પરંતુ, આવો માહોલ મે ક્યારેય નથી જોયો. ભાજપમાં વોશિંગ મશીન છે તેમાંથી જે નેતા નીકળે તે સાફ થઈ જાય છે. અમારો મેનીફેસ્ટો અત્યાર મહત્વનો છે. લાખો લોકોએ ડાઉનલોડ કરીને જોયો છે.

દેશ ભાજપના હાથમાં આવતા દુર્ગતિ થઈ
જાહેરસભામાં અમદાવાદ પશ્ચિમમાં ભરત મકવાણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં દેશનો 90 ટકા યુવાનો બેરોજગાર છે. પ્રગતિ પામેલ ભારત દેશ ભાજપના હાથમાં આવતા દુર્ગતિ થઈ છે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકટ સિસ્ટમ ભાજપ સરકાર લાવી છે.દેશની સુરક્ષા કરનાર આર્મીમાં પણ ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે. નરેન્દ્રભાઈ આ દેશના સૌથી મોટા કોન્ટ્રાક્ટર છે.

 

Related News