અમેરિકા ભણવા જતાં વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર, શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ એકદમ નિરાશાજનક સ્તરે
- Published By : Jago News
- Updated on : 2024-04-10 09:54:24
વોશિંગ્ટન: અમેરિકામાં શિક્ષણ
પ્રદ્ધતિની સ્થિતિ ધારણા કરતાં વધુ નિરાશાજનક છે. અહીંની 80% સ્કૂલ યોગ્ય શિક્ષકોને
નિયુક્ત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે, પહેલાંથી ભણાવી રહેલા
શિક્ષકો ઓછામાં ઓછા સંસાધનો અને માતા-પિતા, સ્કૂલ પ્રશાસનની વધારે
પડતી અપેક્ષાઓ વચ્ચે સતત ઝઝૂમી રહ્યાં છે. હાલમાં જ પ્યૂ દ્વારા
પબ્લિક સ્કૂલોમાં કિન્ડરગાર્ડનથી બારમા ધોરણ સુધીના 2531 શિક્ષકો પર સરવે કરાયો.
સરવેમાં જાણવા મળ્યું કે 90% શિક્ષકો માટે વેતન, વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી ચિંતા અને હતાશાનું કારણ બન્યું છે. 85% શિક્ષક તેમને મળતા વેતનથી
ખુશ નથી. 30% શિક્ષક આ વર્ષે નવી નોકરી શોધી રહ્યા છે. ત્યારે, બે તૃતીયાંશ માટે
સ્કૂલમાં ભણવું મુશ્કેલીનું કારણ બન્યું છે.
વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે
કરે છે દુર્વ્યવહાર:
વિદ્યાર્થીનો વ્યવહાર તેમના કામને વધારે મુશ્કેલ બનાવી
રહ્યો છે. 60% શિક્ષકોનું કહેવું છે કે તેમને દરરોજ વિદ્યાર્થીઓના દુર્વ્યવહારનો સામનો કરવો
પડે છે. તેમાંથી 40%એ વિદ્યાર્થીઓનું હિંસક હોવું પણ ગણાવ્યું છે.સમસ્યા એ છે કે આવી સ્થિતિમાં તે
મદદ માટે માતા-પિતા પર પણ વિશ્વાસ નથી કરી શકતા. તેમાંથી લગભગ 80% એ કહ્યું કે સ્કૂલોમાં
દુર્વ્યવહાર માટે બાળકોને જવાબદાર ગણાવા માતા-પિતા ખૂબ ઓછા પ્રયત્નો કરે છે. આ
ઉપરાંત 47% શિક્ષકો અનુસાર વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ ઓછી અથવા જરા પણ રુચિ નથી.
હાઈસ્કૂલના 77% શિક્ષકો માને છે કે વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકવાનું મુખ્ય કારણ ફોન છે.
શિક્ષક પાસેથી પ્રશિક્ષણ લેનારાઓની સંખ્યા 33% ઘટી
અમેરિકામાં શિક્ષક બનવાનો ઉત્સાહ 2010માં 60%થી ઘટીને 2020માં 20% રહી ગયો છે. 52% શિક્ષક યુવાનોને અન્ય
ક્ષેત્રમાં કરિયર બનાવવાની સલાહ આપશે. 2011-21 વચ્ચે શિક્ષકનું તાલીમ
લેનારા લોકોમાં 33%નો ઘટાડો થયો છે.