logo

header-ad

T-20 વર્લ્ડ કપમાં કોને લોટરી લાગશે?, વિરાટ કોહલી અને ઋષભ પંતનું નામ કન્ફર્મ

  • Published By : Jago News
  • Updated on : 2024-04-10 09:32:07

નવી દિલ્લી: સિલેક્ટર્સ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં રિષભ પંત અને મયંક યાદવના નામ પર વિચાર કરી શકે છે. T20 વર્લ્ડ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. આ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)1 મે સુધીમાં સંભવિત ખેલાડીઓના નામ મોકલવાના છે. Cricbuzz અનુસાર, IPLમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનના કારણે વિરાટ કોહલીએ પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. ઈજામાંથી પરત ફરેલા વિકેટકીપર રિષભ પંત અને યુવા ઝડપી બોલર મયંક યાદવના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

રિષભ પંત વિકેટકીપિંગ અને બેટિંગ બંનેથી પ્રભાવિત
વિકેટકીપર રિષભ પંત લગભગ એક વર્ષ બાદ ક્રિકેટમાં પરત ફર્યો છે. કમબેક ફર્યા બાદ, તેણે દિલ્હીની કેપ્ટનશિપ કરતી વખતે વિકેટકીપિંગ અને બેટિંગ બંનેથી પ્રભાવિત કર્યા. તેણે 5 મેચમાં 2 અડધી સદી ફટકારી હતી. પંત 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. જે બાદ તેણે ઘૂંટણની સર્જરી કરાવી હતી, જેમાંથી તેને સાજા થવામાં 15 મહિનાનો સમય લાગ્યો હતો. હવે તેણે આ વર્ષે માર્ચમાં શરૂ થયેલી IPLમાંથી પુનરાગમન કર્યું છે.

જય શાહે કહ્યું હતું કે, પંત ફિટ હશે તો રમશે
IPL
ની શરૂઆત પહેલાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે રિષભ પંત વર્લ્ડ કપ પ્લાનનો ભાગ છે. જો તે ફિટનેસ પાછી મેળવે છે અને IPLમાં વધુ સારું પ્રદર્શન કરશે તો તેના નામ પર વિચાર કરવામાં આવશે. પંતે હવે ટુર્નામેન્ટની માત્ર 5 મેચમાં વિકેટ પાછળ 4 કેચ લીધા છે અને એક સ્ટમ્પિંગ કર્યું છે. આ સાથે તેણે 154.54ની સ્ટ્રાઈક રેટથી 153 રન પણ બનાવ્યા હતા. જેમાં 2 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

મયંક યાદવે પણ પ્રભાવિત કર્યા
IPL
ની આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ડેબ્યૂ કરનાર મયંક યાદવે પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા છે. તે સરેરાશ 150 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો છે અને તેણે સિઝનમાં બે વખત સૌથી ઝડપી ઝડપે બોલ ફેંક્યો છે. એટલું જ નહીં, મયંકે ટુર્નામેન્ટની 3 મેચમાં 6ના ઇકોનોમી રેટથી 6 વિકેટ પણ લીધી હતી. જેમાં 2 પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડનો સમાવેશ થાય છે. જોકે, ત્રીજી મેચ રમતી વખતે મયંક ઈજાગ્રસ્ત થયો હતો અને તે માત્ર એક ઓવર જ ફેંકી શક્યો હતો. જો તે ફિટ છે તો તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા માટે પણ વિચારી શકાય છે.

 

Related News