logo

header-ad

તહેવારોના કારણે આઈપીએલની મેચમાં થઈ શકે છે મોટો ફેરફાર, જાણો કઈ મેચ પર થશે અસર?

  • Published By : Jago News
  • Updated on : 2024-04-02 20:08:03

નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની બે મેચ ફરીથી શિડ્યૂલ કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં રમાનારી મેચ હવે 16 એપ્રિલે રમાશે. એ જ સમયે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 16 એપ્રિલે યોજાનારી ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ હવે 17 એપ્રિલે રમાશે. આ ફેરફાર કોલકાતા પોલીસના કહેવા પર થયો છે. હકીકતમાં કોલકાતા પોલીસે બંગાળ ક્રિકેટ એસોસિયેશનને કહ્યું હતું કે રામનવમી 17 એપ્રિલે છે અને લોકસભા ચૂંટણી માટે મતદાન બે દિવસ પછી 19 એપ્રિલે છે. આ કારણે અમે 17મી એપ્રિલે સુરક્ષા માટે વધારે ફોર્સ આપી શકીશું નહીં. બંને પુનઃ નિર્ધારિત મેચ માટે પહેલેથી જ વેચાયેલી ટિકિટો પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

સીઝનની ફાઈનલ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે.
BCCIએ બીજા તબક્કામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024નું શિડ્યૂલ જાહેર કર્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે એ બંધ થઈ ગયું હતું. બોર્ડે કહ્યું હતું કે લીગની વર્તમાન સીઝનનો બીજો તબક્કો 8 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે નાઈટ મેચથી શરૂ થશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક મેદાન પર રમાશે. આ સીઝનની ફાઈનલ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે.

 

Related News