શક્તિસિંહે એક્સ પર પોસ્ટ કર્યો મોદીનો વીડિયો, PMએ સંસદમાં કહ્યું હતું- રાજા-મહારાજાઓનો તો અંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતો
- Published By : Jago News
- Updated on : 2024-04-29 11:34:43
રાજા-મહારાજાઓનું રાજ
હતું. જે પણ ઈચ્છે તે કરતા હતા અને જેની પણ જમીન જોઇએ તો ઉઠાવીને લઈ જતા હતા.
કોંગ્રેસ પાર્ટી અને મારા કાર્યકરોએ દેશની જનતા સાથે મળીને આઝાદી મેળવી, લોકતંત્ર લાવ્યા અને
દેશને બંધારણ અપાવ્યું. રાહુલ ગાંધીના આ નિવેદન સાથે જ દેશભરમાં વિવાદનો નવો ફણગો
ફૂટ્યો છે. તેમા પણ આ નિવેદન મામલે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને બરાબરના ઘેર્યા.
તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરતા ગુજરાતના રાજકારણમાં ગરમીનો
પારો હાઇ થઈ ચૂક્યો છે. જો કે ભાજપે દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનને મુદ્દો બનાવી
કોંગ્રેસને ડિફેન્સમાં મૂકી દીધી હતી. પરંતુ બપોર બાદ શક્તિસિંહ ગોહિલે એક ટ્વીટ
કરતા જ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.
'કોંગ્રેસના શેહઝાદાને
આપણા રાજા-મહારાજાઓનાં યોગદાન યાદ નથી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બેલાગાવી પહોંચ્યા હતા. અહીં તેમણે
ચૂંટણી રેલીમાં કહ્યું-કોંગ્રેસના શેહઝાદાને આપણા રાજા-મહારાજાઓનાં યોગદાન યાદ
નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ખાતર રાજાઓ અને મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે
અને નવાબો, બાદશાહો અને સુલતાનો સામે એક શબ્દ પણ ઉચ્ચારવાની તાકાત નથી.
'જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની
સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું'
જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના
નિવેદનની ટીકા કરતા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે,કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.
જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.
એક બાદ એક ભાજપના
નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને ઉઠાવીને રૂપાલા-ક્ષત્રિય વિવાદને ડાયવર્ટ કરવા
પ્રયાસ કર્યો હતો. તેમજ ક્ષત્રિય આગેવાનોએ પણ રાહુલ ગાંધીની આ મામલે ટીકા કરી હતી.
PMએ સંસદમાં કહ્યું હતું-
રાજા-મહારાજાઓનો અંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતો
આ ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક્સ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. 7 ફેબ્રઆરી, 2024ના રોજ નરેન્દ્ર મોદી
રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગૃહમાં અંગ્રેજોને યાદ
કરવામાં આવ્યા.તે સમયે રાજા-મહારાજાઓનો તો અંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતો.
નીચેની વિડીયોમાં દેશના પ્રધાન મંત્રીશ્રી દેશની સંસદમાં આવી ખોટી વાત કરે છે કે દેશને લુટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓને ખુબજ ગહેરો સબંધ રહ્યો હતો. આ પ્રકારની વાત એ યોગ્ય નથી. અંગ્રેજો તો ઇચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થઈ જાય પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીસાહેબએ સામે ચાલીને… pic.twitter.com/s187sPsLyF
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 28, 2024