logo

header-ad

CSKના રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવ સામે પંજાબ કિંગ્સ પસ્ત

  • Published By : Jago News
  • Updated on : 2024-05-06 11:40:57

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે IPL-2024ના પ્લેઑફ માટે પોતાની આશા મજબૂત કરી છે. ટીમે વર્તમાન સિઝનની 53મી મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ચેન્નઈના 11 મેચ બાદ 12 પોઈન્ટ છે. આ જીત સાથે CSKની ટીમ ત્રીજા નંબરે આવી ગઈ છે.રવિવારે ધર્મશાલા મેદાનમાં પંજાબે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન બનાવી શકી હતી. રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. આટલું જ નહીં તેણે 3 વિકેટ પણ લીધી હતી.

જાડેજાએ 43 રન અને 3 વિકેટ ઝડપી
ચેન્નઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. CSKનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. તેને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે 32 અને ડેરીલ મિચેલે 30 રન બનાવ્યા હતા. મોઈન અલી અને શાર્દૂલ ઠાકુરે 17-17 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી. ટાર્ગેટને ચેઝ કરતી વખતે પંજાબ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેના સિવાય શશાંક સિંહે 27 રનની ઇનિંગ રમી હતી. ચેન્નઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે અને સિમરજીત સિંહે 2-2 વિકેટ લીધી હતી. શાર્દૂલ ઠાકુર અને મિચેલ સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી.

 

Related News