logo

header-ad

આગામી 3 દિવસ સુધી કચ્છમાં હીટવેવની આગાહી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બફારા જેવી સ્થિતિ સર્જાશે

  • Published By : Jago News
  • Updated on : 2024-04-09 19:02:41

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા એક તરફ આ સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આગામી ત્રણ દિવસ માટે કચ્છના કેટલાક ભાગમાં હિટવેવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યભરના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાનનો પારો ઉચકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યભરમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ
આગામી એક સપ્તાહને લઇને આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે કચ્છમાં કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવની શક્યતાઓ છે. રાજ્યભરમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે આગામી 13થી 15 એપ્રિલ દરમિયાન રાજના છુટા-છવાયા ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત છુટા-છવાયા હળવા વરસાદની સંભાવના છે.

13થી 15 એપ્રિલ દરમિયાન 7 જિલ્લામાં માવઠું પડશે:
13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની શક્યતાઓ છે. તો તારીખ 14 અને 15 એપ્રિલના છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગુજરાત પર પવનોની ગતિ હોવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ થશે.

 

Related News