logo

header-ad

વિલ જેક્સ અને વિરાટ કોહલીના બેટ સામે ગુજરાતના બોલરો ફીકા પડ્યા, 16 ઓવરમાં 201 રન બનાવી મેચ જીતી લીધી

  • Published By : Jago News
  • Updated on : 2024-04-29 10:53:36

અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ બેંગલુરુએ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે. બેંગલુરુએ 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 201 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. IPLમાં સૌથી ટૂંકી ઓવરોમાં 200થી વધુ ટાર્ગેટનો ચેઝ કરવાનો આ રેકોર્ડ છે. વિલ જેક્સે 41 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 44 બોલમાં 70 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. બંનેએ 74 બોલમાં 166 રનની ભાગીદારી કરી હતી.

વિલ જેક્સ નામનું તોફાન આવ્યું અને ટાઈટન્સ પસ્ત:

RCBનો કેપ્ટન ફાફ ડુપ્લેસીસ આઉટ થતાં વન ડાઉનમાં વિલ જેક્સ આવ્યો હતો. તે આવ્યો ત્યારે વિરાટ કોહલી સારું રમી રહ્યો હતો અને તેના 50 રન પણ થઈ ગયા હતા. જોકે વિલ જેક્સે અચાનક ગિયર બદલતાં મોહિત શર્માની ઓવરમાં 29 રન ફટકાર્યા હતા. અને ત્યારબાદ રાશિદ ખાનની ઓવરમાં 4 સિક્સર ફટકારી હતી. તેણે વિરાટ કોહલીને પાછળ છોડતાં માત્ર 41 બોલમાં સદી ફટકારી દીધી હતી.


અગાઉ, RCBએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે શાહરૂખ ખાને (58 રન) અડધી સદી ફટકારી હતી. ડેવિડ મિલરે 26 રનનું યોગદાન આપ્યું હતું

 

 

 

Related News