logo

header-ad

છત્તીસગઢમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 12 લોકોના મોત, 15ને ઈજા થઈ

  • Published By : Jago News
  • Updated on : 2024-04-10 09:13:42

રાયપુર: છત્તીસગઢના રાયપુર-દુર્ગ રોડ પર મંગળવારે રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 12 કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત ગંભીર છે. અગાઉ 14 લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી. ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કલેક્ટરે અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.


મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર:

કેડિયા ડિસ્ટિલરીએ કહ્યું છે કે મૃતકોના આશ્રિતોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે, એક સભ્યને નોકરી આપવામાં આવશે અને ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે. તમામ ઘાયલોને એઈમ્સ, એપેક્સ, ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના કુમ્હારીના ખપરી રોડ પર મુરુમ ખાણમાં થઈ હતી. કેડિયા ડિસ્ટિલરીના કર્મચારીઓ પ્લાન્ટમાંથી બસમાં પરત ફરી રહ્યા હતા. અકસ્માત સમયે બસમાં 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘાયલોને રાયપુર રેફર કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઈટથી બચાવ કામગીરી કરવામાં આવી.

Related News