એશ્વર્યાના થશે છૂટાછેડા, કોર્ટમાં અરજી આપી, છેલ્લા 2 વર્ષથી રહેતા હતા અલગ
- Published By : Jago News
- Updated on : 2024-04-08 18:45:50
ચેન્નઈ: સાઉથના સુપર સ્ટાર ધનુષ
અને તેના પત્ની ઐશ્વર્યા રજનીકાંત હવે અલગ થઈ. કેમ કે બંનેએ છૂટાછેડા
માટે કોર્ટમાં અરજી આપી દીધી છે. જેના કારણે બંનેના ફેન-ફોલોવર્સ નિરાશ થઈ ગયા છે.
ધનુષ અને ઐશ્વર્યા પરસ્પર સહમત થયા બાદ બંનેએ ચેન્નાઈની ફેમિલી કોર્ટમાં
છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. આ કેસમાં સુનાવણી થોડા દિવસોમાં શરૂ થશે.
બે વર્ષથી બંને સાથે નથી રહેતા
ધનુષ
અને ઐશ્વર્યા બે વર્ષથી સાથે નથી રહેતા. તેમજ બંનેએ વર્ષ 2022માં એકબીજાથી અલગ થવાની
જાહેરાત કરી દીધી હતી. બંનેએ અલગ થવાની જાહેરાત બાદ ધનુષ અને ઐશ્વર્યાએ છૂટાછેડા
લીધા ન હતા. જેથી એવી અફવા પણ ફેલાઈ હતી કે બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે. તે
સમયગાળામાં બંને પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. ધનુષ અને ઐશ્વર્યા
રજનીકાંત વર્ષ 2004માં એકબીજા સાથે લગ્નના
બંધનમાં બંધાયા હતા. તેમનું લગ્નજીવન 18 વર્ષ સુધી ચાલ્યું.
ધનુષની આગામી ફિલ્મ
ધનુષની
આગામી ફિલ્મ 'કુબેર' છે. જેનું નિર્દેશન શેખર
કમુલા કરી રહ્યા છે. ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેની અને રશ્મિકા મંદન્ના જેવા મોટા
કલાકારો પણ જોવા મળશે. ફિલ્મમાં એક્શન અને થ્રિલર જોવા મળશે. જ્યારે ઐશ્વર્યા
રજનીકાંતની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ 'લાલ સલામ' આ વર્ષે 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાથે ઐશ્વર્યા નવ
વર્ષ પછી ડિરેક્ટર તરીકે વાપસી કરી હતી.