logo

header-ad

ઈઝરાયલે સીરિયા પર હવાઈ હુમલો કરતાં ઈરાનના 2 સિનિયર કમાન્ડર સહિત 7 લોકોનાં મોત

  • Published By : Jago News
  • Updated on : 2024-04-02 20:01:10

તેહરાન: હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયલે સોમવારે (1 એપ્રિલ) સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના બે સીનિયર કમાન્ડર મોહમ્મદ રેઝા જહાદી અને મોહમ્મદ હાદી હાજી રહીમી માર્યા ગયા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઇઝરાયલે F-35 ફાઈટર જેટથી સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસની ઈમારત પર મિસાઈલ ઝીંકી હતી. આ હુમલામાં કુલ 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સીરિયામાં ઈરાનના રાજદૂત હોસેન અકબરીને કોઈ ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે અમે આ હુમલાઓનો ચોક્કસ જવાબ આપીશું.

જેરુસલેમ પોસ્ટે ઈરાની પ્રેસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલાના સમયે કમાન્ડર ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ બાબતે પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન ઇઝરાયલના ફાઈટર પ્લેન્સે હુમલો કર્યો હતો. CNNના અહેવાલ મુજબ, બે કમાન્ડરો સિવાય IRGCના 5 અધિકારીઓ પણ હુમલામાં માર્યા ગયા છે. તેમાં હુસૈન અમાન ઈલાહી, મેહદી જલાલતી, મોહસીન સેદાઘાત, અલી અધબાબાઈ અને અલી સાલેહી રૂઝબહાનીનો સમાવેશ થાય છે.

 

 

Related News