logo

header-ad

નોર્થ કોરિયાના શાસક કિંમ જોંગની ક્રૂરતા:કોરિયન ડ્રામા જોવા બદલ 2 વિદ્યાર્થીઓને મૃત્યુદંડની સજા આપી, બંનેને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી

  • Published By : Jago News
  • Updated on : 2022-12-06 18:50:22

નોર્થ કોરિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓને મોતની સજા આપવામાં આવી છે. એમની ભૂલ માત્ર એટલી હતી કે આ બંને સાઉથ કોરિયામાં બનેલા ડ્રામા જોયા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બંને વિદ્યાર્થીઓની ઉંમર 15-16 વર્ષની હતી. તેમને ખુલ્લેઆમ ટોળાની સામે ગોળી મારી દેવામાં આવી હતી. એમ પણ, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાની વચ્ચે વિવાદ ચાલુ રહે છે. જેને પગલે નોર્થ કોરિયાના લોકો સાઉથ કોરિયામાં બનેલા શો અને ફિલ્મો જોઈ શકતા નથી.

સજા જોવા માટે લોકોને મજબૂર કર્યા
કોરિયન મીડિયાને ટાંકીને બ્રિટિશ ન્યૂઝપેપર 'ધ ઈન્ડિપેન્ડન્ટ' એ પોતાના રિપોર્ટમાં લખ્યું - આ ઘટના ઓક્ટોબરમાં બની હતી, પરંતુ હવે સામે આવી છે. એક વ્યક્તિએ કહ્યું કે સજા જોવા માટે અમને મજબૂર કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું - રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉનના અધિકારીઓએ હેસન શહેરમાં રહેતો લોકો ખાલી મેદાનમાં ભેગા થવા કહ્યું. અહીં કેટલાક અધિકારીઓએ વિદ્યાર્થીઓને ભીડની સામે જ મોતની સજા સંભળાવી અને તેમને ગોળી મારી દીધી.

કોરિયન ડ્રામા ડિસ્ટ્રબ્યૂટ કરવાનો આરોપ
બંને વિદ્યાર્થીઓ નોર્થ કોરિયાના રિયાંગગેંગ પ્રાંતની એક હાઈસ્કૂલમાં મળ્યા હતા. અહીં બંનેએ કેટલાક સાઉથ કોરિયન અને અમેરિકન ડ્રામા-ફિલ્મો જોઈ. બંને પર અન્યોને પણ કોરિયન ડ્રામા બતાવવાનો આરોપ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ કોરિયન ડ્રામા તેમના મિત્રોમાં ડિસ્ટ્રબ્યૂટ કર્યા હતા.

 

Related News