logo

header-ad

ઝકરબર્ગે 11,000 લોકોની કરી છટણી:આવકમાં ઘટી હોવાનું કારણ આગળ ધર્યું, 18 વર્ષમાં પહેલી વાર આટલી મોટી છટણી કરાઈ

  • Published By : Jago News
  • Updated on : 2022-11-09 19:06:14

ઝકરબર્ગે 11,000 લોકોની કરી છટણી:આવકમાં ઘટી હોવાનું કારણ આગળ ધર્યું, 18 વર્ષમાં પહેલી વાર આટલી મોટી છટણી કરાઈ

Facebook, WhatsApp અને Instagram ની પેરેન્ટ કંપની Meta Platforms Inc. એ તેના 11,000 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે ખુદ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તેણે તેની પાછળનું કારણ આવકમાં ઘટાડો દર્શાવ્યો હતો.

ઝકરબર્ગે લીધી ખોટાં પગલાંની જવાબદારી
વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટમાં લખ્યું - ઝકરબર્ગ મંગળવારની મિટિંગમાં નિરાશ દેખાઇ રહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કંપનીનાં ખોટાં પગલાં માટે જવાબદાર છે. ઝકરબર્ગે કહ્યું કે કંપનીના ગ્રોથને લઇને તેમનું બહુ આશાવાદી થવાને કારણે ઓવરસ્ટાફિંગ થયું. તેમણે બતાવ્યું કે સૌથી વધુ એમ્પ્લોઇ રિક્રૂટિંગ અને બિઝનેસ ટીમમાંથી નિકાળી કાઢ્યા છે.

એમ્પ્લોઇઝને મળશે 3  મહિનાની સેલરી
કંપનીની છટણીના પ્લાનની આંતરિક ઘોષણા ભારતીય સમય અનુસાર બુધવાર સાંજે 4.30 વાગ્યાની આસપાસ થવાની સંભાવના છે. મેટાની હ્યુમન રિસોર્સ હેડ લોરી ગોલરે ગ્રુપને જણાવ્યું કે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને ત્રણ મહિનાની સેલરી આપવામાં આવશે. આ મિટિંગના થોડા દિવસ પહેલાં જ કંપનીના અધિકારીઓને એમ્પ્લોઇઝને બિનજરૂરી યાત્રા રદ કરવા માટે કહ્યું હતું.

મેટામાં 87,314 કર્મચારી
સપ્ટેમ્બર 2022ના અંત સુધી મેટામાં 87314 કર્મચારી હતા. મેટા વર્તમાનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત દુનિયાના કેટલાંક સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માલિક છે. જોકે, કંપની મેટાવર્સ પર પોતાનો ખર્ચ વધારી રહી છે. મેટાવર્સ એક આભાસી દુનિયા છે જ્યાં યુઝર્સ પોતાના સ્વયંનો અવતાર બની શકે છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને લગાતાર ખોટ થઇ છે. છટણીથી નાણાકીય સંકટ થોડું ઓછું થવાની આશા છે.

મેટાવર્સમાં ઇન્વેસ્ટમેન્ટથી નુકસાન
પાછલા મહિનાના અંતમાં, મેટાએ ડિસેમ્બરમાં ક્વાર્ટરના રેવેન્યૂ આઉટ લુકની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતું કે આગલા વર્ષે મેટાવર્સમાં ઇન્વેસ્ટમેન્ટના કારણે તેને ઘણું નુકસાન થશે. આ જાણકારી સામે આવ્યા બાદ કંપનીના શેરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મેટાનો શેર આ વર્ષે 70%થી વધુ તૂટી ચૂક્યો છે. જોકે મેટાના CEO માર્ક ઝકરબર્ગે રોકાણકારોને બ્રાન્ડમાં વિશ્વાસ કરવા માટે કહ્યું છે. તેમણે દાવો કર્યો, જે કંપનીની સાથે રહેશે તેમને તેનો ફાયદો જરૂર મળશે.

 

Related News