'મહિલા બાળકો પેદા કરવાની ફેક્ટરી નથી':હિમંત બિસ્વા સરમાએ મુસ્લિમ મહિલાઓને અપીલ કરી- બે બાળકો જ બસ છે
- Published By : Jago News
- Updated on : 2022-12-06 19:15:32
હિંદુઓ વિરુદ્ધ ઓલ
યુનિયન યુનાઇટેડ ફ્રન્ટ (AIUDF)ના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલની વિવાદિત ટિપ્પણી પર આસામના મુખ્યમંત્રીએ
સામો જવાબ આપ્યો છે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મહિલાઓ બાળકો પેદા કરવાનું મશીન
નથી. અજમલ માત્ર વોટબેન્ક માટે એક વર્ગને ખુશ કરવા માટે આવું નિવેદન આપી રહ્યા છે.
હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું
કે બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે મહિલાઓ વધુમાં વધુ બાળકો પેદા કરે છે તો અજમલ
તે બાળકોનો મોટા થવા સુધી તેનો ઉછેર કરશે અને ખર્ચ પણ ઉઠાવશે.
બે બાળકો પેદા કરવાની
અપીલ
CM હિમંત બિસ્વા સરમાએ કહ્યું 'હું મારી મુસ્લિમ બહેનોને કહેવા માગું છું કે બદરુદ્દીનની વાત
ન સાંભળો. બેથી વધુ બાળકો પેદા ન કરો. જો એક મહિલા વધુ બાળકોને જન્મ આપે છે, તો તેની અસર તેના શરીર
પર પડશે, એટલું જ નહીં આપણા સમાજ પર પણ તેની અસર પડશે અને આસામ બરબાદ થઇ જશે.'
AJP, તૃણમૂલ અને ભાજપે
ફરિયાદ કરી
આસામ જાતીય પરિષદ (AJP) રાજ્યના વિભિન્ન ભાગોમાં ધુબરીના સાંસદ બદરુદ્દીનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ચૂકી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની યુવા શાખાએ પણ શનિવારે આ મામલામાં પોલીસ સમક્ષ એક
લેખિત નિવેદન આપ્યું હતું. ભાજપે આ મામલાની ફરિયાદ નોંધાવી છે.
અજમલએ આપ્યું હતું
વિવાદિત સ્ટેટમેન્ટ
શુક્રવારે અજમલે કહ્યું હતું કે, હિંદુઓએ બાળકોના
મામલામાં મસલમાનોની ફોર્મ્યુલા અપનાવવી જોઇએ. બાળકોનાં લગ્ન નાની ઉંમરમાં કરી દેવા
જોઇએ. મુસ્લિમ યુવક 20થી 22 વર્ષની ઉંમરમાં લગ્ન કરે છે અને મુસ્લિમ મહિલાઓ 18 વર્ષની ઉંમરમાં, જે સંવિધાનિક છે. હિંદુ
લગ્ન પહેલાં એક, બે કે ત્રણ ગેરકાયદેસર પત્નીઓ રાખે છે. તેઓ બાળકોને જન્મ નથી આપતા, જાતે જ આનંદ લે છે અને
પૈસા બચાવે છે.
લવજેહાદ પર
બોલ્યા-અમારી છોકરીઓ લઇ જાવ
અજમલે કહ્યું- મુખ્યમંત્રી આજે દેશના ટોચના નેતાઓમાંના એક છે. તેમને કોણ રોકી
રહ્યું છે? તમે પણ લવજેહાદ કરો અને અમારી છોકરીઓને લઇ જાવ. અમે તેનું સ્વાગત કરીશું અને
લડાઇ પણ નહીં કરીએ. દિલ્હી નગર નિગમના ઇલેક્શન પહેલાં દિલ્હીમાં એક રોડ શોમાં CM સરમાએ કહ્યું હતું-
ભારતને આફતાબ જેવી વ્યક્તિ નહીં, પરંતુ ભગવાન રામ જેવા વ્યક્તિની જરૂર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી જેવા નેતાની જરૂર છે.
વિવાદ વધ્યો તો
બદરુદ્દીને માફી માગી
ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ અને સાંસદ
બદરુદ્દીન અજમલે હિન્દુઓને લઇને પોતાના નિવેદન માટે માફી માગી લીધી છે. તેમણે
કહ્યું- જો મારા શબ્દોથી કોઇની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માર શબ્દો પાછા
ખેંચું છું. મારો ઇરાદો કોઇની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું કેવળ એટલું
ઇચ્છું છું કે સરકાર અલ્પસંખ્યકોની સાથે ન્યાય કરે અને તેમને શિક્ષણ અને રોજગાર
આપે.
સ્મૃતિએ પણ કર્યો વિરોધ
બીજેપી નેતા સ્મૃતિ ઇરાની સહિત ઘણા મોટા નેતાઓએ અજમલના નિવેદન પર જોરદારહુમલો
કર્યો. ઇરાનીએ કહ્યું કે છોકરી કોઇ પણ ધર્મની હોય. આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.
અજમલ જો પોતાના ધર્મની દીકરીનું આ પ્રકારે અપમાન કરે છે, તો આ વિચારવાનો વિષય
છે.
ગિરિરાજસિંહ બોલ્યા- બદરુદ્દીન જેવા લોકો અમને શિખામણ ન આપે
કેન્દ્રીય મંત્રી અને
બીજેપી નેતા ગિરિરાજસિંહે કહ્યું કે બદરુદ્દીન અને ઓવૈસી જેવા લોકો અમને શિખામણ ન
આપે. સનાતન ધર્મમાં સદૈવ પ્રેમની પૂજા થતી હોય છે. આનું પ્રતીક છે અમારા પૂર્વજ
રાજા સાગરના 60 હજાર પુત્રો હતા, તો કૃષ્ણની 16,000 પ્રેમિકા અને પત્નીઓ હતી. આજે ભારતમાં એ જ મુસલમાનો છે જેમને મોગલકાળમાં
મોગલોએ સન્માન નહોતું આપ્યું.
'આવાં નિવેદનો
બાંગ્લાદેશમાં જઇને આપે'
આસામના બીજેપી વિધાયક દિગંત કલિતાએ અજમલ પર નિશાન તાકતા કહ્યું- તમે મુસ્લિમ
છો અને અમે લોકો હિંદુ છીએ. શું અમારે તમારી પાસેથી શીખવું પડશે? આ ભગવાન રામ અને દેવી
સીતાનો દેશ છે. અહીં બાંગ્લાદેશી લોકોનું કોઇ સ્થાન નથી. જો તમારે આવાં નિવેદન
આપવાં હોય તો બાંગ્લાદેશમાં જઇને આપો. બીજેપી પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે તે માત્ર ચર્ચામાં રહેવા માટે આવાં
નિવેદનો આપે છે. તો, UPના ડેપ્યુટી CM બ્રિજેશ પાઠકે કહ્યું કે આવા પ્રકારનાં સ્ટેટમેન્ટને બિલકુલ સ્વીકાર કરવામાં
નહીં આવે.