logo

header-ad

શ્રદ્ધાની ફરિયાદ પર કાર્યવાહી કેમ નહોતી થઈ તેની હવે તપાસ થશે: ફડણવીસ

  • Published By : Jago News
  • Updated on : 2022-11-23 19:04:17

મુંબઈ: શ્રધ્ધા વોકર મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા થતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2020માં લખેલા શ્રદ્ધાના પત્રને લઈને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા હવે સામે આવી છે. ફડણવીસે ફરિયાદને ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે તે સમયે તપાસ કેમ ન થઈ, હવે તપાસ કરવામાં આવશે. શ્રદ્ધાના પત્ર પર તે જ સમયે કાર્યવાહી થવી જોઈતી હતી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું કે, શ્રદ્ધા દ્વારા વર્ષ 2020માં કરવામાં આવેલી પોલીસ ફરિયાદ ખૂબ જ ગંભીર હતી. તે ફરિયાદ પર તપાસ કેમ ન થઈજો તે સમયે કાર્યવાહી કરી હોત તો શ્રદ્ધા વાલ્કરનું મોત ન થયું હોત. એવી માહિતી મળી હતી કે, શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈ પોલીસને એક ચિઠ્ઠી લખી હતી. આ લેટરમાં તેણે લખ્યું હતું કે, આફતાબ તેના ટુકડા-ટુકડા કરવાની ધમકી આપે છે.

આફતાબ પર માર-પીટનો લગાવ્યો હતો આરોપ

આ પત્ર પણ શ્રદ્ધાએ લગભગ બે વર્ષ પહેલા તુલિંજ પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો. આના દ્વારા જાણવા મળે છે કે, તે જ સમયે શ્રદ્ધાનો જીવ જોખમમાં હતો. પત્ર દ્વારા શ્રદ્ધાએ આરોપ લગાવ્યો હતો કે, આફતાબ તેની સાથે મારપીટ કરતો હતો. બીજી તરફ શ્રદ્ધા પણ આફતાબ સાથે રહેવાના મૂડમાં નહોતી. પત્ર પ્રમાણે શ્રદ્ધાએ કહ્યું હતું કે, જો તેને કંઈ થશે તો તેના માટે આફતાબ જવાબદાર રહેશે.

શ્રદ્ધા વાલ્કર હત્યા અને આફતાબ કેસના સંદર્ભમાં, ફોરેન્સિક નિષ્ણાતો અને વકીલોને શંકા છે કે, આફતાબ અમીન પૂનાવાલાએ હત્યાને અંજામ આપવા માટે મોટા દાંડાવાળા છરીનો ઉપયોગ કર્યો હતો. આ ફોરેન્સિક નિષ્ણાતો અને વકીલો એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ગુનો કર્યા પછી મૃતદેહોના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. 28 વર્ષીય આફતાબ પૂનાવાલા પર તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની હત્યા કરવાનો અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસ હજુ સુધી હથિયાર રિકવર કરી શકી નથી.

 

Related News