મતદાન જાગૃતિ સંદેશ, 45 વિદ્યાર્થીઓએ 12 કલાક કામ કરીને 1225 ચોરસ મિટરમાં મહાકાય રંગોળી બનાવી
- Published By : Jago News
- Updated on : 2022-11-23 18:34:18
વડોદરા: ગુજરાત વિધાનસભાની
ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરુ કરાયેલા
અભિયાનના ભાગરુપે સ્કૂલના 45
વિદ્યાર્થીઓએ
વિશાળ રંગોળી દોરીને મતદાન જાગૃતિ માટે સંદેશો આપ્યો હતો.છાત્રોએ ૧૨ કલાક સુધી
લાગલગાટ મહેનત કરી ૧૨૨૫ ચોરસ મિટરમાં આ રંગોળી આલેખી હતી. જેમાં રેતીના રંગોનો
ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગોળી થકી એથિકલ, એક્સીસીબલ, ઇન્ક્લુઝિવ અને સસ્ટેનબલ ચૂંટણીનો સંદેશો આપવામાં
આવ્યો છે.આ ઉપરાંત છાત્રોના વાલીઓ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ખાસ મતદાન કરે એ
માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ
ગોર અને બીજા અધિકારીઓ સવારે આ રંગોળી નિહાળવા પણ ગયા હતા. જ્યાં તેમણે છાત્રોની
મહેનત અને કલાની પ્રશંસા કરી હતી.