logo

header-ad

VIDEO : તેલંગણામાં મોટી દુર્ઘટના, સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનો મોત, 10 ઈજાગ્રસ્ત

  • Published By : Jago News
  • Updated on : 2023-11-20 17:26:58

મોઈનાબાદ:

તેલંગણાના મોઈનાબાદમાં સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા છે. અહીં ઈન્ડોર સ્ટેડિયમના બાંધકામ દરમિયાન દિવાલનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી હતી. આ ઘટનામાં ત્રણ લોકો મોત થયા છે, જ્યારે ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દિવાલ ધરાશાયી થતા 3ના મોત, 10 ઈજાગ્રસ્ત

તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના મોઈનાબાદ ગામમાં આ ઘટના બની છે. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન નિર્માધીણ દિવાલનો એક ભાગ તૂટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી

ઘટના અંકે સૂચના મળતાં જ પોલીસ, એમ્બ્યુલન્સની ટીમ અને જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઘટનાસ્થળે ધરાશાયી થયેલી દિવાલના કાટમાળને હટાવવાનું કામગીરી ચાલી રહી છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, જે ઈન્ડોર સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.

એક મૃતદેહ બહાર કઢાયો, બચાવ કામગીરી પુરજોશમાં

Related News