અકસ્માતમાં મોતને ભેટલી વૈભવી ઉપાધ્યાયના મંગેતર જયે કરી ભાવુક પોસ્ટ:કહ્યું, 'તું હવે અમારી વચ્ચે નથી રહી, તે વાત મને હંમેશા પીડા આપશે'
- Published By : Jago News
- Updated on : 2023-05-30 19:13:20
'સારાભાઈ vs સારાભાઈ' અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું 23 મેના રોજ માર્ગ અકસ્માતમાં
નિધન થયું હતું. તે જ સમયે તેના મંગેતર જય ગાંધીને ઈજા થઈ હતી અને તેને
હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાએ વૈભવીને જયથી હંમેશ માટે દૂર કરી
દીધી છે. સોમવારે જયે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વૈભવી સાથેની એક તસવીર શેર
કરીને ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી હતી.
તમે અહીં નથી, તે વાત હંમેશા પીડા આપશે
તસવીર શેર કરતાં તેણે લખ્યું- 'જ્યાં સુધી ફરી મળીશું નહીં
ત્યાં સુધી... તમારી તે ખાસ યાદો હંમેશા સ્મિત આપશે. જો હું તમને થોડીવાર માટે
પાછા મેળવી શકું, તો પહેલાની જેમ બેસીને ફરી વાત કરી શકીએ. તમે હંમેશા ઘણો ખાસ રહ્યા હતા અને
હંમેશા રહેશો. જયએ આગળ લખ્યું- 'એ સાચું છે કે તમે હવે અહીં નથી. જે મને હંમેશા પીડા આપશે, પરંતુ જ્યાં સુધી આપણે ફરી
મળીશું ત્યાં સુધી તમે હંમેશા મારા હૃદયમાં રહેશો,
ભગવાન તમારી આત્માને શાંતિ આપે'
પોસ્ટ જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા હતા
જયની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
તેની આ ઈમોશનલ નોટે ફેન્સને પણ ઈમોશનલ કરી દીધા છે. એક પ્રશંસકે કમેન્ટ સેક્શનમાં
લખ્યું- 'હું સમજી શકું છું કે તમે
કેટલઈ પીડામાંથી પસાર થઈ રહ્યા છો, બસ પ્રાર્થના કરીએ કે તમે મજબૂત બનો'. અન્ય એક પ્રશંસકે લખ્યું- 'મજબૂત રહો ભાઈ, હું જાણું છું કે તે ખૂબ મુશ્કેલ છે, પરંતુ તમારે તે કરવું પડશે'.
હું તને મારા હૃદયમાં કાયમ રાખીશ-જય
આ પહેલા શનિવારે પણ જયએ વૈભવી સાથેની એક તસવીર
ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે લખ્યું,
હું તમને દરરોજ,
દરેક મિનિટે યાદ કરું છું. તમે આવી રીતે ના જઇ શકો.
હું તમને મારા હૃદયમાં સદાકાળ સુરક્ષિત રાખીશ. તું બહુ જલ્દી ચાલી ગઈ મારી
ગુંડી.હું તને પ્રેમ કરું છુ.'
જય અને વૈભવીના લગ્ન ડિસેમ્બરમાં થવાના હતા
'જુગ્નુ'ના કહેવા પ્રમાણે, વૈભવી હંમેશા તેના ઘરે આવતી
હતી. તે ખૂબ જ મીઠી બાળકી હતી. બધા સાથે ભળી જતી. બંનેની સગાઈ ફેબ્રુઆરી 2023માં થઈ હતી અને બંને
ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. લગ્ન પહેલા મે મહિનામાં નક્કી કરવામાં આવ્યા હતા
પરંતુ વૈભવીના માતા-પિતા ઓસ્ટ્રેલિયા જવાને કારણે આ પ્લાન મોકૂફ રાખવામાં આવ્યો
હતો.