logo

header-ad

TTP કમાન્ડર ઠાર થયો:વાઘા બોર્ડર ઉપર હુમલામાં સંડોવાયેલો; ખુરાસાની ઉપર 30 લાખ ડોલરનું ઈનામ હતું, અફઘાનિસ્તાનમાં કાર વિસ્ફોટમાં માર્યો ગયો

  • Published By : Jago News
  • Updated on : 2022-08-09 18:30:39

પાકિસ્તાન તહેરીક-એ-તાલિબાન (TTP)ના સ્થાપક કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાની ઉર્ફે અબ્દુલ વલી મોહમ્મદ રવિવારે એક વિસ્ફોટમાં માર્યો ગયો છે. તે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં રહેતો હતો. વિસ્ફોટ સમયે ખુરાસાની કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કારમાં ખુરાસાની સાથે TTPના બે અને કમાન્ડર મુફ્તી હસન તથા હાફિઝ દૌલત ખાન પણ મુસાફરી કરી રહ્યા હતા. વિસ્ફોટમાં તમામના મોત થયા છે. કારમાં વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે કોઈ માહિતી મળી નથી. અમેરિકાએ ખુરાસાની ઉપર 30 લાખ ડોલરનું ઈનામ રાખ્યું હતું.

ખૂબ જ ઓછી ઉંમરમાં જેહાદ શરૂ કરનાર ખુરાસાની કાશ્મીરમાં પણ એક્ટિવ રહ્યો હતો. અગાઉ પણ અનેક વખત તેના મૃત્યુની માહિતી આવી હતી, જોકે આ માહિતી ખોટી પૂરવાર થઈ હતી. આ વખતે તહરીક-એ-તાલિબાને ખુરાસાની માર્યો ગયો હોવાની પૃષ્ઠી કરી છે. સંગઠનના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે TTP ટૂંક સમયમાં મોત અંગે વધુ માહિતી રજૂ કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ઉમર ખાલિદ ખુરાસાની ઉપર હુમલો કોણે કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

ખુરાસાની પાકિસ્તાન સરકાર સાથે વાતચીતમાં સામેલ, પણ તેનો સમર્થક નહીં
ખુરાસાની પાકિસ્તાન સરકાર સાથે વાતચીતનો સમર્થક ન હતો. જોકે સંગઠન તરફથી વાતચીત કરનાર પક્ષનું તે નેતૃત્વ કરતો હતો. ઉમર ખાલિદ ખુરાસાન 2014માં TTPથી અલગ થઈ ગયો હતો. ત્યારબાદ તેણે જમાત-ઉલ-અહરાર સંગઠનની રચના કરી. આ સંગઠને પણ પાકિસ્તાનમાં અનેક મોટા હુમલા કર્યા છે.

 

Related News