ટ્રમ્પને 2006માં પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મી મળી હતી:મુલાકાત, અફેર અને પછી મોઢું બંધ રાખવા માટે 1 કરોડ આપ્યા; મામલો ધરપકડ સુધી કેવી રીતે પહોંચી ગયો?
- Published By : Jago News
- Updated on : 2023-03-21 19:16:51
ગોલ્ફ ટુર્નામેન્ટ
દરમિયાન 60 વર્ષના અમીર અને 27 વર્ષની પોર્ન એક્ટ્રેસ વચ્ચે મુલાકાત થાય છે. ટુર્નામેન્ટ બાદ તે અમીર વ્યક્તિ
પોર્ન એક્ટ્રેસને હોટલમાં પોતાના રૂમમાં બોલાવે છે. એક્ટ્રેસને ટેલિવિઝન શોમાં કામ
અપાવવાનું વચન આપે છે અને એક્ટ્રેસનો દાવો છે કે તે બંનેની વચ્ચે શારીરિક સંબંધ
બંધાયા હતા. બાદમાં તે અમીર વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તો તે આ મામલે
મોઢું બંધ રાખવા માટે એક્ટ્રેસને લગભગ 1 કરોડ રૂપિયા આપે છે.
5 લાઈનની આ બ્રીફ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગળામાં ફાંસો બની ગઇ છે. ટ્રમ્પને ડર
છે કે 21 માર્ચે તેમની ધરપકડ થઈ શકે છે. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે
જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ પર ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે.
વર્ષ હતું 2006. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન
ટીવી ચેનલ NBCનો શો 'ધ એપ્રેન્ટિસ'થી ખૂબ જાણીતા થયા હતા. 27 જુલાઈના રોજ નેવાદાના સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં તેણે
પહેલીવાર પોર્ન એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સને જોઈ હતી. તે સમયે ટ્રમ્પની ઉંમર 60 વર્ષની હતી અને
સ્ટોર્મીની ઉંમર 27 વર્ષની હતી.
ટુર્નામેન્ટ બાદ
ટ્રમ્પે સ્ટોર્મીને હોટલમાં પોતાના રૂમમાં બોલાવી હતી. જ્યારે એક્ટ્રેસ રૂમમાં
પહોંચી તો તેમણે તેને ટીવી પર શોમાં કામ અપાવવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ બંને
વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. આ તમામ વાતો સ્ટોર્મી ડેનિયલે 2018માં ‘60 મિનિટ્સ’ને આપેલા એક
ઈન્ટરવ્યૂમાં જણાવી છે.
ડેનિયલ્સ જણાવે છે કે 2006 બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ
તેને જુદાં- જુદાં સ્થળો પર ઈનવાઈટ કરતા હતા. તેની પ્રથમ મુલાકાતના એક વર્ષ બાદ 2007માં ટ્રમ્પે લોસ
એન્જેલસના બેવેરલી હિલ્સમાં પોતાના બંગલામાં તેને મળવા માટે બોલાવી હતી.
તે જણાવે છે કે ટ્રમ્પે
રિયાલિટી શોમાં કામ અપાવવા બાબતે આ મિટિંગ કરી હતી. તે વખતે તેણે શારીરિક સંબંધ
બાંધ્યા નહોતા. પછી ઓગસ્ટ મહિનામાં ટ્રમ્પે ફોન કર્યો હતો અને કહ્યું કે તે 'સેલિબ્રિટી એપ્રેન્ટિસ' શોમાં કામ નહીં અપાવી
શકે. ત્યારબાદ બંનેની વચ્ચે મુલાકાત થઈ નથી અને એક-બીજા સાથે વાત કરવાનું પણ બંધ
કરી દીધું હતું.
ટ્રમ્પે રાજકારણમાં
પ્રવેશ કર્યો ત્યારે સ્ટોર્મીએ ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું
વર્ષ 2011માં ડેનિયલ્સે 'ઈન ટચ' મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને લગભગ 12 લાખ રૂપિયાના બદલામાં
ટ્રમ્પ સાથે તેની મુલાકાત કરાવવામાં આવી હતી. પરંતુ પાછળથી તે મેગેઝિનના બે
કર્મચારીઓએ CBS ન્યૂઝને જણાવ્યું કે આ ઇન્ટરવ્યૂ ક્યારેય બહાર આવ્યો નથી. અહીંથી એન્ટ્રી થાય
છે ટ્રમ્પના એટર્ની માઈકલ કોહેનની. તેણે આ ઈન્ટરવ્યૂ બહાર આવવા દીધો નહોતો.
કર્મચારીઓએ જણાવ્યું
હતું કે જ્યારે મેગેઝિને ટ્રમ્પ સાથે તેમની કમેન્ટ બાબતે સંપર્ક કર્યો તો એટોર્ની
મિશેલ કોહોને કેસ કરવાની ધમકી આપી હતી. ડેનિયલ્સે તેના કેટલાંક સપ્તાહ બાદ
જણાવ્યું કે લાસ વેગસમાં તેમના એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો અને તેણે ટ્રમ્પને
છોડી દેવા અને ઈન્ટરવ્યૂ બાબતે બધું ભૂલી જવા માટે કહ્યું હતું.
સ્ટોર્મીને મોઢું બંધ
રાખવા માટે 1 કરોડ આપ્યા હતા
2011માં સ્ટોર્મીનો ઈન્ટરવ્યૂ મિશેલ કોહેનની ધમકીના કારણે પબ્લિશ થયો નહોતો. પરંતુ, 2018માં મેગેઝિને ફાઈનલી આ
ઈન્ટરવ્યૂને પબ્લિશ કર્યો હતો. આ દરમિયાન 2018માં સ્ટોરી પબ્લિશ
થયાના કેટલાંક સપ્તાહ પહેલાં જ સ્ટોર્મીએ સીબીએસ ન્યૂઝના ‘60 મિનિટ’ કાર્યક્રમમાં જણાવ્યું
કે લાસ વેગાસમાં મળેલી ધમકી બાદ તેણે પોતાનું મોઢું બંધ રાખવા માટે કોહેન પાસેથી 1 કરોડ રૂપિયા લીધા હતા.
રૂપિયા લેવા પાછળનું
કારણ જણાવતા કહ્યું કે થોડા જ મહિના બાદ 2016માં રાષ્ટ્રપતિની
ચૂંટણી યોજાવાની હતી અને તે પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માંગતી હતી. સ્ટોર્મીએ
બાદમાં કોર્ટમાં એક અપીલ કરી હતી કે ટ્રમ્પ સાથે 2016માં થયેલી તેની એક
સીક્રેટ ડીલ રદ કરી દીધી હતી.
કોહેને 2018 માં સ્ટોર્મીને ચુકવણી
કરવાનું સ્વીકાર્યું
2018માં વોલ સ્ટ્રીટ જર્નલે કોહેનથી સ્ટોર્નીને નાણાંની ચુકવણીનો ખુલાસો કર્યો
હતો. પહેલાં કોહેને રિપોર્ટને નકારી કાઢ્યો હતો. પણ ફેબ્રુઆરી 2018માં, તેણે આ વાતની કબૂલાત
કરી હતી કે તેણે તેના ભંડોળમાંથી સ્ટોર્મીને રૂપિયા આપ્યા હતા. ત્યાં સુધી, ટ્રમ્પ અથવા તેમનું
કેમ્પેન કોઈપણ રીતે સામેલ નહોતું. પરંતુ ઓગસ્ટ 2018માં કોહેને પૂછપરછ
દરમિયાન કબૂલ્યું હતું કે ચૂંટણીના થોડા દિવસો પહેલાં ટ્રમ્પે જ તેમને ડેનિયલ્સને
મોઢું બંધ રાખવાના બદલામાં એક કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. આ પછી જ
ન્યૂયોર્કના મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીએ સ્ટોર્મી કેસની તપાસ શરૂ કરી હતી.
ટ્રમ્પને જેલ થઈ શકે છે
ટ્રમ્પે ખુદ તેમની ધરપકડ અંગે આશંકા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ
કરીને તેમણે દાવો કર્યો છે કે 21 માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. પોસ્ટમાં તેમણે
કહ્યું છે કે ન્યૂયોર્કના મેનહટનમાં 'હશ મની' કેસમાં તેમને આરોપી
બનાવવાની તૈયારી ચાલી રહી છે. ખરેખર ટ્રમ્પના આરોપ છે કે તેણે પોતાના અફેરને
છુપાવવા માટે સ્ટોર્મી ડેનિયલ્સને 1 કરોડ રૂપિયા આપ્યા હતા.
જો કે ટ્રમ્પ પર આરોપ રૂપિયા આપવા માટે નહીં પણ રૂપિયા કયા માધ્યમથી આપવામાં આવ્યા
છે તેની વાત છે. બીજી તરફ અમેરિકન કાયદાકીય નિષ્ણાતોની વાત માનીએ તો ટ્રમ્પ સામે
આરોપો સાબિત થવાની તમામ શક્યતાઓ છે. આ મામલામાં ટ્રમ્પને જેલ જવું પડી શકે છે. તે
પરિસ્થિતિના આધારે તેમને બોન્ડ પર મુક્ત કરવામાં આવી શકે છે.
પ્રથમ વખત અમેરિકાના
પૂર્વ રાષ્ટ્રપતિ પર આરોપ સાબિત થશે
જો ટ્રમ્પ સામે આરોપો સાબિત કરવામાં આવે છે, તો અમેરિકાના 234 વર્ષના ઈતિહાસમાં પ્રથમ
વખત કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સાથે આવું થશે. 1990માં રાષ્ટ્રપતિ બિલ
ક્લિન્ટન સામે જાતીય શોષણનો આરોપ લાગ્યા હતા. તેમની સામે મહાભિયોગ પણ ચલાવવામાં
આવનાર હતો, પરંતુ તે પહેલાં તેમણે આ આરોપો સ્વીકારી લીધા હતા અને મામલો કોર્ટ સુધી
પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં, ડોનાલ્ડ ટ્રમ્પ 1789 પછીના ઇતિહાસમાં પ્રથમ
રાષ્ટ્રપતિ હશે જેમની સામે આરોપ સાબિત થશે.