સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી કરી દેવાતા થયો વિવાદ, લાગતા વળગતાને લીધા હોવાના આક્ષેપ
- Published By : Jago News
- Updated on : 2024-10-01 17:37:17
વિવાદોનો
પર્યાય બનેલી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.
વર્ષ 2019થી લટકી પડેલી ભરતી
પ્રક્રિયામાં અચાનક રાતોરાત પ્રોફેસરની ભરતી કરી દેવાતા મામલો ગરમાયો છે.
યુનિવર્સિટીમાં 10
પ્રોફેસરો
અને એક એસોસિએટ પ્રોફેસરની રાતોરાત ભરતીનો ઓર્ડર આપી દેવાયો. એક વર્ષ અગાઉ આ
યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. જેમા વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી
પડતી મુકાઈ હતી.
હવે
એ જ ભરતી પ્રક્રિયા રાતોરાત કરી દેવાતા યુનિવર્સિટી વિવાદમાં આવી છે. લાગતા
વળગતાઓને પ્રોફેસર તરીકે લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. મેથેમેટિક્સ એજ્યુકેશન અને
હિંદી ભવનમાં ઈન્ટરવ્યુ માટે માત્ર એક ઉમેદવારને જ બોલાવ્યા હતા. વર્ષ 2019માં પ્રોફેસરોની ભરતી
જાહેર કરવામાં આવી હતી અને વર્ષ 2023માં ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને વિવાદ સર્જાયો
હતો.
10 પ્રોફેસર અને એક
આસિસ્ટન્ટ પ્રોફેસરની રાતોરાત કરી દેવાઈ ભરતી
10 જેટલા પ્રોફેસર અને એક
આસિસ્ટન્ટ પ્રોફેસરને અચાનક જ નિમણૂક પત્ર આપી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર
દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતો જે નવો કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ
નવા કોમન એક્ટ અંતર્ગત કોઈપણ ભરતી પ્રક્રિયા હોય તેની જાણકારી બોર્ડ ઓફ
મેનેજમેન્ટમાં દર્શાવવી પડતી હોય છે અને ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા કરવાની હોય છે.
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા બંધ બારણે બેઠક કરી આ
નિમણૂકપત્ર આપી દેવામાં આવ્યા છે. જે જરૂરથી અનેક વિવાદો સર્જ છે. રજિસ્ટ્રાર
દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જે રાજ્યસરકારની સૂચના હતી અને
પ્રાદ્યાપકોની ઘટ હતી તેના કારણે આ નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. હવે જોવાનું
રહેશે કે શિક્ષણવિભાગ હવે ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે.
કોંગ્રેસના
નેતા નિદત બારોટ આવ્યા યુનિવર્સિટીના બચાવમાં
જો
કે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા નિદત બારોટ યુનિવર્સિટીના બચાવમાં આવ્યા છે.
તેમણે જણાવ્યુ કે ભરતી પ્રક્રિયા એક વર્ષ મોડી થઈ છે. આ ભરતીમાં ઈન્ટરવ્યુની
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલાક લોકોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેમા રાજ્ય
સરકારે પાંચ સભ્યોની બનાવી હતી. આ સમિતિએ સમગ્ર અહેવાલ ઉચ્ચ શિક્ષણ કમિશનરને આપ્યો, તેમની કચેરીએ એ અહેવાલ
શિક્ષણવિભાગને મોકલ્યો હશે. જે બાદ રાજ્ય સરકારે એવુ જણાવ્યુ કે અમે જેની ભરતી કરી
છે એ ભરતીનો અનુભવ ધ્યાને લેવો જોઈએ. અનુભવના વર્ષોને લઈને રાજ્ય સરકારને પત્ર
લખીને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. ગણવાપાત્ર અનુભવ ધ્યાને લેતા જે પસંદગી પામેલા
ઉમેદવારોને આજે નિમણૂક આપવામાં આવી છે. ટૂંકમાં નિદત બારોટે યુનિવર્સિટીને ભરતી
પ્રક્રિયાને નિયમોનુસારની ગણાવી છે.