logo

header-ad

સમગ્ર દુનિયામાં બધા માટે પૂરતા પૈસા છે, જો સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને 62-62 લાખ આવે; 2021ના ચોંકાવનારાં તથ્યો

  • Published By : Jago News
  • Updated on : 2021-12-13 11:05:47

નવી દિલ્લી: જો દુનિયામાં અમીરી-ગરીબી ના હોય, તો દરેક પાસે સરેરાશ રૂ. 62.46 લાખની સંપત્તિ હોય. વાર્ષિક આવક પણ બરાબર વહેંચવામાં આવે, તો તમામના બેંક ખાતામાં રૂ. 14.31 લાખ આવે. આ રસપ્રદ આંકડા હાલમાં જ જારી કરાયેલા વિશ્વ અસમાનતા રિપોર્ટ 2021માં સામે આવ્યા છે. જોકે, હકીકત એ છે કે, દુનિયાની સૌથી ગરીબ 50% વસતી પાસે કુલ સંપત્તિના માંડ 2% છે, જ્યારે 10% અમીરો પાસે 76% સંપત્તિ છે. બાકી બચેલો 22% હિસ્સો 40% મધ્યમવર્ગીય લોકો પાસે છે.

કુલ વસતિ

14.31 લાખ

62.46 લાખ

ગરીબ 50%

2.39 લાખ

2.48 લાખ

મધ્યમવર્ગ 40%

14.13 લાખ

35.04 લાખ

ટોપ 10%

74.72 લાખ

4.72 લાખ

ટોપ 1%

2.75 કરોડ

23.60 કરોડ

ટોપ 0.1%

11.14 કરોડ

12.11 અબજ

નોંધ: સરેરાશ આવકના આંકડા વાર્ષિક છે. દુનિયાની વસતી 7.8 અબજ છે, પરંતુ વિશ્વ અસમાનતા રિપોર્ટમાં 5.1 અબજ વયસ્કોના આધારે તેની ગણના કરાઈ છે.

દેશમાં ટોપ 10% અમીરો અને નીચેના 50% ગરીબોની આવકમાં 22 ગણું અંતર, ટોપ-10 દેશોમાં ભારત બીજા ક્રમે

બ્રાઝિલ

29 ગણું

ભારત

22

અમેરિકા

17

ચીન

14

જાપાન

13

કેનેડા

13

જર્મની

10

બ્રિટન

9

ઈટાલી

9

ફ્રાંસ

7

·         દુનિયાની સૌથી ગરીબ 50% વસતિમાં 2.5 અબજ વયસ્ક છે.

·         40% મધ્યમવર્ગીય વસતિમાં 2 અબજ અને ટોપ 10% અમીર વસતિમાં 51.7 કરોડ વયસ્ક.

·         દેશમાં શ્રમ કરનારી 18% મહિલાઓ અને 72% પુરુષ સામેલ છે. 1990માં 11% મહિલાઓ જ શ્રમ કરતી હતી. એટલે કે આશરે 20 વર્ષમાં તેમાં 7%નો વધારો થયો, જ્યારે ફ્રાંસમાં 1990માં 36% હિસ્સેદારી હતી એટલે કે માંડ 5%નો વધારો થયો છે, જે ભારતથી ઓછો છે.

મહિલા શ્રમના હિસ્સામાં ભારત સૌથી પાછળ, બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ સૌથી આગળ

ભારત

18%

જાપાન

28%

ચીન

33%

ઈટાલી

36%

જર્મની

36%

કેનેડા

38%

બ્રાઝિલ

38%

બ્રિટન

38%

અમેરિકા

39%

ફ્રાંસ

41%

·         ટોપ-10 અર્થતંત્રમાં સૌથી ઓછો મહિલા શ્રમ ભારતમાં.

·         ફ્રાન્સમાં મહિલા શ્રમનો હિસ્સો ભારતથી બમણો. જાપાન સિવાય 30% વધુ છે.

 

Related News