logo

header-ad

ગુજરાતમાં આજે પણ તાપમાનનો પારો 45 ડિગ્રી રહેશે, અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં રાત્રે પણ બળબળતી ગરમીની આગાહી

  • Published By : Jago News
  • Updated on : 2024-05-21 12:07:45

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5-7 દિવસ માટે ગુજરાતભરમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના બે જિલ્લામાં એટલે કે, અમદાવાદ અને વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં બળબળતી ગરમીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં આજે પણ 45 ડિગ્રી તાપમાન રહેશે. બપોરે લાંબો સમય તડકામાં રહ્યા તો હોસ્પિટલ જવાની પણ નોબત આવી શકે તેવી અસહ્ય ગરમી પડશે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાત્રિનું લઘુતમ તાપમાન 30.6 નોંધાયું હતું.

AMCએ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે
ઉપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની કોઈ પણ સંભાવના નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત આગામી પાંચ દિવસ માટે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

Related News