logo

header-ad

PCB ચીફે કહ્યું હતું- ભારતને હરાવો અને બ્લેન્ક ચેક લઈ જાઓ; PAK ફેન્સે કહ્યું- ક્યાં છે હવે બ્લેન્ક ચેક

  • Published By : Jago News
  • Updated on : 2021-10-26 10:53:44

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ રમીઝ રાજાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે જો તેમની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હરાવી દેશે તો તેમના માટે બ્લેન્ક ચેક તૈયાર છે. રવિવાર રાત્રે બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાનની ટીમે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે પાકિસ્તાની ફેન્સ રમીઝની પાછળ પડી ગયા છે. તેઓ પૂછી રહ્યા છે કે ભારતને બાબરની ટીમે હરાવી છે, હવે જણાવો બ્લેન્ક ચેક ક્યાં છે?

ઈન્વેસ્ટરે કર્યો હતો વાયદો
રમીઝ રાજાએ ગત મહિને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું- મને પાકિસ્તાનના એક ઈન્વેસ્ટરે વાયદો કર્યો છે કે જો ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી દેશે તો તેમના માટે બ્લેન્ક ચેક તૈયાર છે.

રાજાએ આગળ કહ્યું હતું- અમારા દેશમાં ક્રિકેટ જ નહીં, અન્ય રમત પણ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે, પરંતુ એક ઈન્વેસ્ટરે મોટો વાયદો કર્યો છે. તેણે કહ્યું છે કે જો દેશની ટીમ આ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હરાવી દેશે તો તેમને બ્લેન્ક ચેક મળશે.

હવે જ્યારે પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી ગયું છે તો લોકો રમીઝ રાજા પાસેથી ન માત્ર જવાબ માગી રહ્યા છે, પરંતુ એમ પણ પૂછી રહ્યા છે કે હવે તે બિઝનેસમેન ક્યાં છે?

આફ્રિદીની શાનદાર બોલિંગ
ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે પહેલી વખત હાર્યું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ભારતે 151/7નો સ્કોર બનાવ્યો. કેપ્ટન કોહલીએ 57 રનની ઈનિંગ રમી. પાકિસ્તાન માટે શાહી આફ્રિદીએ 3 વિકેટ લીધી. 152 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનના ઓપનર બેટ્સમેને ધમાકેદાર બેટિંગ કરતાં મેચને એકતરફી બનાવી દીધી હતી. ભારત 10 વિકેટથી આ મેચ હાર્યું હતું.

Related News