logo

header-ad

લેબર પેન શરૂ થતા પોતે સાયકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા આ સાંસદ, એક કલાકમાં થઈ ડિલીવરી

  • Published By : Jago News
  • Updated on : 2021-11-29 13:11:10

વેલિંગ્ટન: જ્યારે કોઈ મહિલાની ડિલીવરી થવાની હોય છે તો તે ખૂબ જ અસહનીય દર્દ હોય છે. તે સમયે મહિલાને માત્ર આરામની જરૂર હોય છે પરંતુ ન્યૂઝીલેન્ડની એક મહિલા સાંસદે જ્યારે લેબર પેન થયુ તો તે પોતે સાયકલ ચલાવીને હોસ્પિટલ પહોંચી ગયા.

અસહનીય દર્દમાં સાઈકલ ચલાવીને પહોંચ્યા હોસ્પિટલ

ન્યુઝીલેન્ડની ગર્ભવતી સાંસદ જૂલી એન જેન્ટર લેબર પેન બાદ રાતે બે વાગે પોતે સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા. સૌથી વધારે હેરાન કરનારી વાત એ છે કે તેમના હોસ્પિટલ પહોંચ્યાના એક કલાક બાદ જ તેમને એક બાળકને જન્મ આપ્યો. સોશ્યલ મીડિયા પર આ ઘટના સામે આવ્યા બાદ દુનિયાભરના લોકો મહિલા સાંસદની હિંમતને સલામ કરી રહ્યા છે.

ન્યુઝીલેન્ડના સાંસદને રાતે બે વાગે અચાનક લેબર પેન થવા લાગ્યુ. જે બાદ તેમણે તરત જ સાયકલ ઉઠાવી અને હોસ્પિટલ માટે નીકળી પડ્યા. આ ઘટનાની એક ફોટો તેમણે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ મૂકી છે. આ તસવીરમાં તેમને સાયકલ ચલાવતા જોવામાં આવે છે. આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

એક કલાક બાદ બાળકને આપ્યો જન્મ

મહિલા સાંસદે આ ફોટાને શેર કરતા લખ્યુ, લેબર પેનમાં હુ સાઈકલ ચલાવવાનો પ્લાન બનાવી રહી નહોતી પરંતુ આ થઈ ગયુ. જ્યારે મને દર્દ થયુ તો હુ હોસ્પિટલ જવા 2 વાગે નીકળી, જોકે ત્યારે એટલુ દર્દ થઈ રહ્યુ નહોતુ પરંતુ માત્ર 2-3 મિનિટના અંતરને કાપતા મને 10 મિનિટ લાગી. આ દરમિયાન મારુ લેબર પેન વધી ગયુ હતુ.

મહિલા સાંસદે આગળ લખ્યુ, મારી પાસે અત્યારે એક સ્વસ્થ અને પ્યારુ બાળક છે. તે પોતાના પિતાના ખોળામાં સૂઈ રહ્યુ છે. હોસ્પિટલમાં ડોક્ટરનુ સમર્થન અને યોગ્ય સારસંભાળ મેળવીને ધન્ય મહેસૂસ કરી રહી છુ. તેમના કારણે મારી જલ્દી ડિલીવરી થઈ શકી. તેમના આ પોસ્ટ બાદ લોકો તેમની હિંમતને સલામ કરી રહ્યા છે અને બાળક માટે અભિનંદન આપી રહ્યા છે.

 

Related News