અમદાવાદ: એક તરફ જ્યાં ઘણા રાજ્યોમાં ફરી ધીમે ધીમે કોરોનાના કેસો
વધવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે આવામાં હવે સિનિયર
સિટીઝન્સ પણ લગભગ બે વર્ષ સુધી ઘરમાં રહ્યા બાદ હવે કોરોના સામે લડી લેવાના મુડમાં
છે. યૂનિયન બેંક રિટાયર્ડ એમ્પ્લોઈઝ એસોશિએશન અમદાવાદની વેલફેર સ્કીમના સભ્યોએ
કોરોનાથી ભયમુક્ત થઈને ત્રણ દિવસના પ્રવાસનું આયોજન
કર્યું..યુનિયન બેંકના રિટાયર્ટ થયેલા અધિકારીઓએ આબુ,અંબાજી અને ખેડબ્રહ્મામાં પ્રવાસનો આનંદ માણ્યો.
યૂનિયન બેંક રિટાયર્ડ
એમ્પ્લોઈઝ એસોશિએશન અમદાવાદ દર વર્ષે જુદી જુદી જગ્યાઓ પર પ્રવાસનું આયોજન કરવામાં
આવતું હોય છે કોરોનાકાળ બાદ સિનિયર સીટીઝન્સ પણ હવે કોરોનાથી ભયમુક્ત
થઈને બહાર નીકળી રહ્યા છે. તમામ સભ્યોએ આ પ્રવાસની
ખુબ મજા માણી અને પ્રવાસનો ભરપુર આનંદ ઉઠાવ્યો.