logo

header-ad

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે શ્રેણી 2-1થી જીતી

  • Published By : Jago News
  • Updated on : 2023-03-13 17:18:14

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં હજૂ 88 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર 3 રન થયો છે.

ચોથી ટેસ્ટ ડ્રો, ભારતે શ્રેણી પર મેળવ્યો વિજય 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા અને લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી હતી. આ પછી ભારતીય ટીમે પણ લગભગ બે દિવસ સુધી બેટિંગ કરી અને 571 રન બનાવ્યા. આ પછી જ મેચ ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચમા અને છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. આ પછી, બંને કેપ્ટન અને મેચ અધિકારીઓએ મેચને ડ્રોમાં સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.

ઓસ્ટ્રેલિયાએ બે સેશનમાં માત્ર બે વિકેટ ગુમાવી

અમદાવાદ ટેસ્ટમાં માત્ર એક સેશન બાકી છે. ઓસ્ટ્રેલિયાએ બે સેશનમાં માત્ર બે વિકેટ ગુમાવી. ટી સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાને 158 રન છે.

હેડની શાનદાર ફિફ્ટી

હેડે શાનદાર ફિફ્ટી પૂરી કરી છે. હાલ ભારતીય બોલરો વિકેટની તલાશમાં છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100ને પાર થઇ ગયો છે.

 

Related News