logo

header-ad

કોરોનાની બન્ને લહેરમાં આ રીતે સર્જાયું સંકટ:લોકો 438 કરોડના હોમ, 815 કરોડના કૃષિ લોનના હપતા ચૂક્યા; મુદ્રા લોનના પણ 326 કરોડ ન ભરાયા

  • Published By : Jago News
  • Updated on : 2021-10-25 10:54:37

કોરોનાકાળનાં બે વર્ષમાં જીવ બચાવવા માટે જ નહીં, પણ આર્થિક સંકટ સામે પણ લોકોને ઝઝૂમવું પડ્યું છે. ગુજરાતની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના રિપોર્ટ પ્રમાણે, પહેલી લહેરની તુલનામાં બીજી લહેરે આર્થિક રીતે નબળા કે મધ્યમવર્ગીય લોકોને વધુ પરેશાન કર્યા છે. ફેબ્રુઆરી 2020માં કેસ વધ્યા બાદ માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉન હતું. ત્યાર પછી દુકાનો, ધંધા-વેપાર વગેરે સંપૂર્ણપણે ઠપ થઈ ગયા. અનેક લોકોની નોકરીઓ જતી રહી. આમ છતાં માર્ચ 2020-21ના નાણાકીય વર્ષમાં ગુજરાતના 13 હજાર લોકોએ જુદી જુદી બેંકની આશરે રૂ. 3,399 કરોડની લોન ચૂકવી દીધી હતી.

જોકે બીજી લહેરમાં એવું શક્ય ના બન્યું. SLBCના રિપોર્ટ મુજબ, માર્ચ 2021થી જૂન 2021 વચ્ચે 2.80 લાખ લોકો એવા હતા, જે આશરે રૂ. 4000 કરોડની લોનના હપતા ભરી ના શક્યા. એટલું જ નહીં, સરકાર દ્વારા અપાતી મુદ્રા લોનના પણ રૂ. 326 કરોડ હજુ બાકી જ છે. ઝડપથી વધતી એનપીએને કારણે અનેક ખાનગી બેન્કો અને એનબીએફસી (નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ)એ લોન આપવાનું 90 ટકા સુધી ઘટાડી દીધું છે. પહેલા અમુક પ્રાથમિક દસ્તાવેજો રજૂ કરતાં જ લોન મળી જતી હતી, પરંતુ હવે ત્રણ વાર દસ્તાવેજોની ચકાસણી કર્યા પછીયે લોન મળતી નથી. પહેલા દર મહિને એનબીએફસીની એક બ્રાન્ચ રૂ. 50-80 કરોડની લોન આપતી હતી, પરંતુ હવે એક બ્રાન્ચ એક વર્ષમાં માંડ રૂ. 60 કરોડની લોન આપે છે.

બેન્કો લોન આપતાં ખચકાય છે
6
મહિના બાદ પણ એજ્યુકેશન લોનનો 94%, હાઉસિંગનો 83% ટાર્ગેટ બાકી
SLBC
પાસેથી મળતી માહિતી મુજબ, હાલ બેન્કો લોન આપતાં ખચકાય છે. નાણાકીય વર્ષના 6 મહિના વીતવા છતાં બેન્કોએ તેમના સરેરાશ લોન ટાર્ગેટનો 36% જ પૂરા કરી શક્યા છે. કૃષિ લોન ટાર્ગેટથી સૌથી નજીક 41.44% રહી, જ્યારે એજ્યુકેશન લોન સૌથી ઓછી 5.52% રહી. હાઉસિંગ લોનનો 16.98% ટાર્ગેટ પૂરો થઇ શક્યો છે.

લોનનો પ્રકાર

કેટલી અપાઇ

લોન ટાર્ગેટ

ટકાવારી

કૃષિ

40268

97153

41.44%

એમએસએમઇ

35417

94366

37.53%

એજ્યુકેશન

11.45

2020

5.52%

હાઉસિંગ

2856

16812

16.98%

કુલ લોન

80289

218280

36%

મોટા ભાગની નૉન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીએ નવી લોન 90% ઘટાડી દીધી છે. (આંકડા કરોડ રૂપિયામાં)

બેન્કોની NPA 8-9% વધશે: ક્રિસિલ
રાષ્ટ્રીયકૃત બેન્કોની એનપીએ 16.04%, ખાનગી બેન્કોની માત્ર 1.79 % જ રહી
એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ) એટલે એવી લોન, જેના છેલ્લા 3 મહિનાથી હપતા ન ભરાયા હોય. ક્રિસિલના રિપોર્ટ મુજબ ચાલુ નાણાં વર્ષે બેન્કોની NPA વધીને 8-9% થઈ જશે. જૂન, 2021 સુધીમાં ખાનગી બેન્કોની એનપીએ 1.79%, જ્યારે સરકારી બેન્કોની 16.04% હતી. જોકે 2018માં 11.2%ની તુલનામાં બેન્કોની આ વર્ષની એનપીએનું પ્રમાણ ઓછું રહેશે.

બેન્ક

NPA (%) માર્ચ 2021

NPA (%) જૂન 2021

NPA (%) વધી

રાષ્ટ્રીયકૃત બેન્ક

15.19

16.04

0.85

ખાનગી બેન્ક

1.68

1.79

0.11

એસબીઆઇ

1.31

3.33

2.02

સહકારી બેન્કો

4.37

4.43

0.06

રીજનલ બેન્કો

3.11

4.15

1.04

સ્મોલ ફાઇનાન્સ

2.11

4.45

2.34

લોન લેનારા 2 લાખ વધ્યા, દેવું 4 હજાર કરોડ થયું

વર્ષ

લોનધારક

બાકી લેણાં

માર્ચ 2020

4 લાખ 41 હજાર 886

42 હજાર 881 કરોડ

માર્ચ 2021

4 લાખ 28 હજાર 838

39 હજાર 482 કરોડ

જૂન 2021

6 લાખ 37 હજાર 182

43 હજાર 487 કરોડ

હોમલોન અને કૃષિ લોનમાં સૌથી વધુ NPA, જ્યારે એજ્યુકેશન-ઉદ્યોગ માટેની લોનમાં સૌથી ઓછી

·         SLBCના રિપોર્ટ મુજબ અંદાજે 438 કરોડ રૂપિયાની હાઉસિંગ લોનના જૂન, 2021 સુધી એકપણ હપતા ન ભરાયા, જ્યારે 815 કરોડ રૂપિયાની કૃષિ લોનના પણ એકેય હપતા ન ભરાયા. છેવટે બેન્કોએ આ લોન્સ એનપીએમાં નાખી દીધી. બીજી તરફ માર્ચ, 2020થી જૂન, 2021 દરમિયાન બેન્કોને એજ્યુકેશન લોનના 9 કરોડ અને ઉદ્યોગો પાસેથી 265 કરોડ રૂ. હપતાપેટે મળી ચૂક્યા છે. એજ્યુકેશન લોનપેટે 63 કરોડ રૂપિયા અપાયા. હાલ 52 કરોડ રૂપિયાની વસૂલાત બાકી છે.

·         લઘુઉદ્યોગો માટે માર્ચ, 2021 સુધીમાં 10,905 કરોડ રૂપિયા ડૂબેલા જાહેર કરી દેવાયા હતા, પણ કોરોનાની પહેલી લહેર સમાપ્ત થતાં જ લોનધારકોએ અંદાજે 265 કરોડ રૂપિયા પરત કરી દીધા અને 10,640 કરોડ રૂપિયાની જ લોન બાકી રહી.

સરકારી યોજનાઓની લોનમાં 69%નો ઘટાડો
ઝડપથી વધતી એનપીએને કારણે હેરાન બેન્કોએ સરકારી યોજનાઓ હેઠળ અપાતી લોન પર અંકુશ લાદ્યો છે. એનાં બે ઉદાહરણ જુઓઃ
1. 2019-20
માં દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ બેન્કોએ 2500 લોકોને લોન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ લોન 2940 લોકોને આપી, એટલે કે 117.6%નો ગ્રોથ. જ્યારે બીજી લહેરમાં 2500ના લક્ષ્ય પર ફક્ત 1154 લોકોને(46%) ની લોન મંજૂર કરાઈ.
2.
વડાપ્રધાન રોજગાર ગેરન્ટી યોજનામાં પણ 2019-20માં 10.8 કરોડની લોનનો ટાર્ગેટ હતો. બેન્કોએ 28.45 કરોડની લોન આપી. જૂન 2021 સુધી 196.32 કરોડનો ટાર્ગેટ રાખ્યો હતો, જેમાંથી 62 કરોડ રૂપિયા જ આપ્યા.

મોરેટોરિયમની માહિતી લોકો સુધી ન પહોંચતાં એનપીએમાં વધારો થયો
સરકારે 3 મહિનાનું મોરેટોરિયમ જારી તો કર્યું હતું, પણ એ ગ્રાઉન્ડ લેવલ લોકો સુધી પહોંચી ન શક્યું, જેને કારણે એનપીએ વધી, સાથે જ ઘણા લોકોએ મોરેટોરિયમનો લાભ લીધા પછી પણ હપતા ન ભર્યા. - અરુણ નારંગ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ

 

Related News