યુટ્યુબ પર ગ્લેમ કપલના નામથી પ્રખ્યાત હિમાંશી ટેકવાણી અને ઋષિ અથવાણીના 5 વર્ષ જૂના લગ્નજીવનનો અંત
- Published By : Jago News
- Updated on : 2023-06-03 19:57:00
નવી દિલ્હી: યુટ્યુબની દુનિયામાં
લોકપ્રિયતા મેળવનાર એક કપલે પોતાના 5 વર્ષ જૂના લગ્નજીવનને તોડવાનો નિર્ણય લીધો છે.
યુટ્યુબ પર ગ્લેમ કપલના નામથી પ્રખ્યાત હિમાંશી ટેકવાણી અને ઋષિ અથવાણી બંને અલગ
થઈ ગયા છે. બંનેએ પોતે જ પોતાના ચાહકોને માહિતી આપી હતી કે, હવે બંને એકસાથે ફ્રેમ
પર જોવા નહીં મળે,
કારણ
કે બંને અલગ થઈ ગયા છે.
છેલ્લા દોઢ મહિનાથી આ કપલનો એક
પણ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે ચાહકોએ તેમની
સતત પૂછપરછ શરૂ કરી હતી. હાલમાં જ ઋષિએ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે. જે બાદ
અટકળો શરૂ થઈ હતી કે આ બંને વચ્ચે ચોક્કસપણે કંઈક ગડબડ થઈ રહી છે.
બંને વચ્ચે મામલો વધુ વણસી ગયો હતો
આ
પછી ઋષિ અથવાણીએ તેના ફેન્સને હિમાંશીથી અલગ થવાની જાણકારી આપતા કહ્યું હતુ કે, હવે તે હિમાંશીથી અલગ થઈ
ગયો છે. તેમની વચ્ચે ઘણી સમસ્યાઓ હતી, જેના પછી હિમાંશી અને ઋષિએ અલગ થવાનો નિર્ણય કર્યો.
ઋષિએ
એમ પણ જણાવ્યું કે,
તેણે
આ મામલે તેના પરિવાર સાથે પણ વાત કરી હતી. બંનેના માતા-પિતાએ પણ તેમને ફરીથી વિચાર
કરવાનું કહ્યું હતુ. આવી સ્થિતિમાં હિમાંશી અને ઋષિએ તેમના પરિવારને કહ્યું કે, બંને વચ્ચે મામલો ખૂબ જ
ખરાબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો.
હિમાંશીએ
હવે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે. તેણે સ્પષ્ટ કહ્યું
કે, આ કોઈ મજાક નથી, સોશિયલ મીડિયા પર આવા
સંબંધ વિશે જાહેર કરવું ખૂબ મુશ્કેલ છે. આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી, તેની પાછળ ઘણા કારણો છે.
હિમાંશીએ
પોતાની ચેનલનું નામ પણ બદલી નાખ્યું. હિમાંશીએ તેની ચેનલનું નામ ફરીથી ધ ગ્લેમ
ગર્લ રાખ્યું છે. લગ્ન પછી હિમાંશીએ પોતાની ચેનલનું નામ બદલીને ગ્લેમ કપલ કરી
દીધું હતુ.