ટીમ ઈન્ડિયા U-19 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં:ગ્રુપમાં ટીમ ટેબલ ટોપર્સ; ન્યૂઝીલેન્ડ અથવા ઇંગ્લેન્ડ સામે થઈ શકે છે ટક્કર
- Published By : Jago News
- Updated on : 2023-01-25 18:40:20
ભારતે મંગળવારે વુમન્સ
અંડર-19 T20 વર્લ્ડ કપની પહેલી એડિશનની સેમિફાઈનલમાં પ્રવેશન કરી લીધો છે. ભારત પોઇન્ટ્સ
ટેબલમાં ટૉપ પર છે. ભારત હવે શુક્રવારે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અથવા ઇંગ્લેન્ડ
સામે ટકરાશે.
બાંગ્લાદેશના પણ 6 પોઇન્ટ્સ થઈ જશે તો શું
થશે?
ભારત ગ્રુપ-1માં હતું. આ ગ્રુપમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને UAE હતું. ફોર્મેટ પ્રમાણે
દરેક ટીમે ગ્રુપમાં 4 મેચ રમવાની હતી. બધી જ ટીમ ગ્રુપમાં ઓછીમાં ઓછી એક મેચ હારી છે. ટેબલમાં
બાંગ્લાદેશ અને UAE ઉપરાંત બધા પોતાના ગ્રુપની બધી જ મેચ રમી ચૂકી છે.
ભારત અને UAE હાલ 6 પોઇન્ટ્સ સાથે અનુક્રમે
પહેલા અને બીજા સ્થાને છે. જો આજે બાંગ્લાદેશ જીતી જાય છે, તો તેના પણ 6 પોઇન્ટ્સ થઈ જશે. જો
તેઓની રનરેટ સારી પણ હશે, તો પણ ઓસ્ટ્રેલિયાને બહાર કરી શકે છે, પરંતુ ભારત બહાર નહિ
થાય. એવું થઈ શકે છે ભારત બીજા સ્થાને આવી જાય, તો પણ ટીમ સેમિફાઈનલ
રમશે તે નક્કી છે.
સાઉથ આફ્રિકા રનરેટના કારણે
બહાર
યજમાન સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં એન્ટ્રી લેવાથી થોડાક માટે ચૂકી ગયું હતું.
સાઉથ આફ્રિકાના પણ પોઇન્ટ્સ ટેબલમાં 6 પોઇન્ટ્સ હતા, પરંતુ તેઓએ
સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે શ્રીલંકાને મોટા અંતરે હરાવવાની જરૂર હતી. તે
મેચમાં સાઉથ આફ્રિકા 1 રને જીતી હતી.
ગ્રુપ-2માં ન્યૂઝીલેન્ડ અને
ઇંગ્લેન્ડ સેમિફાઈનલમાં
ગ્રુપ-2માં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ગ્રુપમાં
ન્યૂઝીલેન્ડ પોતાની બધી જ મેચ જીતીને 8 પોઇન્ટ્સ સાથે ટૉપ પર
છે. જ્યારે ઇંગ્લેન્ડે પણ પોતાની અત્યારસુધીની બધી જ મેચ જીતી છે. તેઓના 6 પોઇન્ટ્સ છે.
ઇંગ્લેન્ડની છેલ્લી મેચ વેસ્ટઈન્ડિઝ સામે છે. જો ઇંગ્લેન્ડ જીતી, તો પોઇન્ટ્સ ટેબલમાં
તેઓ ટૉપ પર પહોંચી જશે.