logo

header-ad

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:શુભમન ગિલને કેપ્ટનશિપ સોંપાઈ

  • Published By : Jago News
  • Updated on : 2024-06-25 15:35:14

નવી દિલ્લી: આવતા મહિને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. BCCIએ સોમવારે 15 સભ્યની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમ 6 જુલાઈથી 14 જુલાઈ સુધી હરારે સ્પોર્ટ્સ ક્લબમાં 5 T-20 મેચની શ્રેણી રમશે. T20 વર્લ્ડ કપમાં ટ્રાવેલિંગ રિઝર્વ રહેલા શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જોકે બોર્ડે વાઈસ-કેપ્ટનના નામની જાહેરાત કરી નથી. શુભમન ગિલ ભારતનો કુલ 46મો કેપ્ટન બન્યો છે. આ સાથે જ તે T-20 ફોર્મેટમાં ભારતીય ટીમનો 14મો કેપ્ટન છે. ભારતીય ટીમે છેલ્લે 2022માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. ટીમે 3 ODI મેચની શ્રેણી રમી હતી. ટીમે ત્રણેય મેચ જીતીને શ્રેણી 3-0થી કબજે કરી હતી. ભારતે ઝિમ્બાબ્વે સામે છેલ્લી T20 શ્રેણી 2016માં રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયા 2-1થી જીતી હતી.

ગિલ IPLમાં ગુજરાતની કેપ્ટનશિપ કરી રહ્યો છે
તેણે IPLની છેલ્લી સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું હતું, જોકે તેની ટીમ છેલ્લી સિઝનમાં જ લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. પંડ્યાને ટ્રેડિંગ કર્યા બાદ ગુજરાતે ગિલને કેપ્ટન બનાવ્યો હતો.

નીતિશ રેડ્ડીને તક મળી
પસંદગીકારોએ IPL ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા નીતિશ કુમાર રેડ્ડીને તક આપી છે. તેની ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદગી થઈ છે. તે ભારતની B ટીમનો ભાગ રહી ચૂક્યો છે. નીતિશે ગત સિઝનમાં સનરાઇઝર્સ માટે 13 મેચમાં 303 રન બનાવ્યા હતા. તેણે 2 અડધી સદી પણ ફટકારી છે.

Related News