તાલિબાને PAK સૈનિકનું માથું કાપી નાખ્યું:હત્યા બાદ સૈનિકના મૃતદેહને ઝાડ પર લટકાવ્યો, જનાજામાં ભાગ ન લેવા લોકોને કડક નિર્દેશ આપ્યો
- Published By : Jago News
- Updated on : 2022-12-07 19:39:48
પાકિસ્તાન સરકાર અને TTP વચ્ચેના યુદ્ધવિરામનો
અંત આણી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, TTPએ અફઘાનિસ્તાનની સરહદે
ખૈબર પખ્તુન્વામાં એક પાકિસ્તાની સૈનિકની હત્યા કરી હતી. આ પછી તેના મૃતદેહને ઝાડ
પર લટકાવી દેવામાં આવ્યો હતો. મૃતદેહ સાથે ધમકીભર્યો પત્ર પણ જોડવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક લોકોને
કહેવામાં આવ્યું હતું કે મૃતકોના જનાજા, એટલે અંતિમસંસ્કારમાં
કોઈેએ ભાગ લેવો નહીં.
સેના અને સરકારે મૌન
પાળ્યું
માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકનું નામ રહેમાન જમાન છે. આને લઈ અફઘાનિસ્તાનના
જર્નલિસ્ટ સુહૈબ ઝુબેરી સહિત અન્ય લોકોએ સોશિયલ મીડિયા પર તાલિબાનની ક્રૂરતા વિશે
જાણકારી આપી છે. ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી આ અંગે પાકિસ્તાની સેના કે સરકાર
તરફથી કોઈ નિવેદન જાહેર કરાયું નથી.
સુહૈબના જણાવ્યા અનુસાર, સૈનિક રહેમાનનું માથું
કાપવાની ઘટના બન્નુ જિલ્લાના જાની ખેલ વિસ્તારમાં બની હતી. બાદમાં તેનું માથું
બજારના એક ઝાડ પર લટકાવ્યું હતું. મૃતદેહની સાથે સ્થાનિક પશ્તો ભાષામાં લખેલો એક
પત્ર પણ હતો, જેમાં લખેલું હતું કે શહીદ સૈનિકના જનાજામાં કોઈએ ભાગ લેવો નહીં, નહિતર પરિણામ ભોગવવું
પડશે.
મલાલાના પિતાએ કહ્યું
હતું કે એક પરિવારને પણ માર્યો
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝઈના પિતા
ઝિયાઉદ્દીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જ વિસ્તારમાં બીજી એક ઘટનાની માહિતી
આપી છે.
ઝિયાઉદ્દીનના જણાવ્યા
અનુસાર, TTP આતંકવાદીઓ સોમવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના જાની ખેલ વિસ્તારમાં એક ઘરમાં
ઘૂસીને રહેમાનુલ્લાહ અને તેના પુત્ર શાહિદની ગોળી મારીને હત્યા કરી હતી.
રહેમાનુલ્લાહનો મૃતદેહ પણ ઝાડ પર લટકાવ્યો હતો. આ પરિવારમાં માત્ર 10 વર્ષની બાળકીનો જીવ
બચ્યો છે. ઝિયાઉદ્દીને તેનો ફોટો પણ શેર કર્યો છે.
ઈમરાન અને શાહબાઝ બંને
નિષ્ફળ
ખૈબર પખ્તુનખ્વામાં નવ વર્ષથી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની
સરકાર છે. આ રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ એવા નીચા સ્તરે છે કે TTP વેપારીઓ પાસેથી ખંડણી
વસૂલે છે. સરકારમાં તાલિબાનના એજન્ટ હાજર છે. તેઓ સેના કે પોલીસના કોઈપણ ઓપરેશનની
જાણકારી અગાઉથી TTPને આપે છે.
પાકિસ્તાની શાહબાઝ શરીફ
સરકારે ગયા અઠવાડિયે વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારને અફઘાનિસ્તાનના પ્રવાસ
પર મોકલ્યા હતા. હિનાએ તાલિબાન સરકારને ટીટીપીને પાકિસ્તાનમાં હુમલા કરતા રોકવાની
અપીલ કરી હતી. હિના પાકિસ્તાન પરત ફર્યાના થોડા કલાકો બાદ કાબુલમાં પાકિસ્તાનના
દૂતાવાસ પર હુમલો થયો હતો. આ પછી પાકિસ્તાનમાં સવાલો ઊઠી રહ્યા છે કે સરકાર અને
સેના બંને TTPને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
TTP વિશેની જાણકારી
વર્ષ 2002માં અમેરિકાની સેનાએ 9/11 આતંકવાદી હુમલાનો બદલો લેવા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાનમાં
અમેરિકાની કાર્યવાહીથી ભયના કારણે આતંકવાદી પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં છુપાયા
હતા. આ દરમિયાન પાકિસ્તાન સેના ઈસ્લામાબાદની લાલ મસ્જિદને એક કટ્ટરપંથી પ્રચારક
અને આતંકવાદીઓના કબજાથી મુક્ત કર્યા. જોકે કટ્ટરપંથીને પાકિસ્તાની સિક્રેટ એજન્સી ISIના નજીકના માનવામાં
આવતું હતું, પરંતુ આ ઘટના પછી સ્વાત ખીણમાં પાકિસ્તાની સેના સામે બળવો થયો. આને લીધે
આદિવાસી વિસ્તારોમાં ઘણા બળવાખોર જૂથ સક્રિય થયાં.
એવામાં ડિસેમ્બર 2007ના બેતુલ્લાહ મેહસૂદની
આગેવાનીમાં 13 જૂથે એક અભિયાનમાં સામેલ થવાનો નિર્ણય લીધો, પરંતુ સંગઠનનું નામ
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન રાખવામાં આવ્યું. ટૂંકમાં આને TTP એટલે પાકિસ્તાની
તાલિબાન પણ કહેવામાં આવે છે. આતંકવાદના ફેક્ટરી તરીકે ઓળખાતા પાકિસ્તાનમાં
અત્યારસુધી આતંકવાદી સંગઠન તહરીક-એ -તાલિબાન પાકિસ્તાન માટે જોખમ માનવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ સંગઠનના પાકિસ્તાન આર્મીમાં હજારો સમર્થકો છે અને આ પાકિસ્તાન
માટે સૌથી મોટું જોખમ છે.
વાત તો ત્યાં સુધી જાય
છે કે અમેરિકાએ પાકિસ્તાનને સીધા શબ્દોમાં કહી દીધું છે કે સેનામાં TTP સમર્થકો હોવાનો અર્થ એ
છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પણ આ આતંકવાદીઓના હાથમાં આવી શકે છે.