ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં ફસાઈ, ખેલાડીઓ હોટલમાં કેદ
- Published By : Jago News
- Updated on : 2024-07-01 11:55:13
નવી દિલ્લી: T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ
ઈન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે. ભારતીય ટીમને સોમવારે
એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાની હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે
ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટલાન્ટિકમાં આવી
રહેલા બેરીલ વાવાઝોડાને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું
બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી હાલમાં
રોકી દેવામાં આવી છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટને એક દિવસ માટે બંધ રાખવું પડી શકે
છે.
તમામ ખેલાડીઓ સુરક્ષિત:
T20 વર્લ્ડ કપનો ખિતાબ
જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. બેરીલ વાવાઝોડાને કારણે ત્યાંનું
હવામાન ખૂબ જ ખરાબ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ વાવાઝોડું ટૂંક સમયમાં
કેરેબિયન ટાપુ પર ટકરાશે અને સ્થાનિક સરકારે તેને 'ખૂબ જ ખતરનાક' શ્રેણીમાં રાખ્યું છે.
આવી સ્થિતિમાં BCCI ટીમ ઈન્ડિયાને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ભારત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું
છે. T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ માટે રિઝર્વ ડે હોવાથી, બંને ફાઇનલિસ્ટની પ્રારંભિક યોજના સોમવારે ત્યાંથી નીકળવાની
હતી. ANIના નવા રિપોર્ટ પ્રમાણે નવો કોઈ ઓર્ડર ન આવે ત્યાં સુધી બાર્બાડોસમાં એરપોર્ટ
બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને તમામ સ્ટોર્સ અને
ઓફિસ બંધ છે. જેને કારણે ટીમ ઈન્ડિયા અને ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈ લગભગ 70 લોકોની ભારતીય ટુકડી
માટે એક ચાર્ટર કરવા પર વિચાર કરી રહી છે, જેમાં ક્રિકેટરો, તેમના પરિવારો, સહાયક સ્ટાફ અને અન્ય
અધિકારીઓનો સમાવેશ થશે. બીસીસીઆઈના સચિવ જય શાહ તમામ વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા
છે.