logo

header-ad

T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર:ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે, બંને ટીમ વચ્ચે 23 ઓક્ટોબરે મેલબર્ન સ્ટેડિયમમાં ટક્કર થશે

  • Published By : Jago News
  • Updated on : 2022-01-22 14:11:17

નવી દિલ્લી: T-20 વર્લ્ડ કપ 2022માં પણ ભારત એના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે જ કરશે. ગત વર્ષે પણ UAE અને ઓમાનમાં રમાયેલી T-20 વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં પ્રથમ વખત પાકિસ્તાને કોઈ વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. આ વખતે T-20 વર્લ્ડ કપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું છે.

16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે
ICC
એ શુક્રવારે T-20 વર્લ્ડ કપ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ મુજબ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાનની વિરુદ્ધ 23 ઓક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે. T-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 45 મેચ 7 અલગ-અલગ શહેર- એડિલેડ, બ્રિસ્બેન, જિલોંગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે.

ફ્લડ લાઈટ્સમાં રમાશે ફાઈનલ મેચ
વર્લ્ડ કપની સેમી-ફાઈનલ સિડનીમાં 9 નવેમ્બર અને બીજી 10 નવેમ્બરે એડિલેડ-ઓવલમાં રમાશે. પ્રથમ વખત એડિલેડ-ઓવલમાં વર્લ્ડ કપની સેમી-ફાઈનલ રમાશે, જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થશે. આ મેચ ફ્લડ લાઈટસમાં રમાશે.

ગત વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો
ગત T-20 વર્લ્ડ કપ 2021માં યુએઈ અને ઓમાનમાં રમાયો હતો. આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ભારતને સુપર 12માં પાકિસ્તાન, દ.આફિક્રા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયરની સાથે ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે. ભારત આખી ટૂર્નામેન્ટમાં 5 મેચ રમશે. પ્રથમ 23 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે, બીજી 27 ઓક્ટોબરે ગ્રુપ-એના રનર અપની સાથે, ત્રીજી 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાની સામે અને ટીમ તેની ચોથી મેચ 2 નવેમ્બરે બાંગ્લાદેશ અને 5મી મેચ 6 નવેમ્બરે ગ્રુપ બીના વિનરની સામે રમશે.

ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું
ગત વર્ષ યુએઈમાં રમાયેલા T-20 વર્લ્ડ કપમાં ભારતે તેની મેચની શરૂઆત પાકિસ્તાન સામે રમીને કરી હતી. આ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવી હતી. એવું પ્રથમ વખત બન્યું હતું કે કોઈ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના હાથે હારવાનો વારો આવ્યો હોય.

ભારત અને પાકિસ્તાનની સાથે 12 ટીમ સુપર-12માં
ભારત અને પાકિસ્તાનની સાથે 12 ટીમ ડાયરેક્ટ સુપર-12માં રમશે, જ્યારે 4 ટીમનો નિર્ણય ફેબ્રુઆરી અને જુલાઈમાં થનારી ક્વોલિફાયરમાં થશે.
સુપર-12માં ભારત અને પાકિસ્તાન સિવાય ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને જગ્યા મળી છે. બીજી તરફ નામીબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ મુખ્ય ડ્રો પહેલા ક્વોલિફાયર રમશે. અન્ય 4 ટીમ પણ ક્વોલિફાયરમાં ઊતરશે.

 

Related News