logo

header-ad

સૂર્યકુમાર યાદવે રિન્કુ સિંહની સરખામણી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સાથે કરી, કહ્યું - તેની બેટિંગ જોઈને..

  • Published By : Jago News
  • Updated on : 2023-11-27 18:45:07

IND vs AUS 2nd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઇકાલે 5 T20I મેચોની સિરીઝની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રનથી હરાવીને 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 235 રન બનાવ્યા હતા.  ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી હતી. પરંતુ ભારતીય ટીમના ફિનિશર રિન્કુ સિંહની વિસ્ફોટક બેટિંગે ધૂમ મચાવી હતી. તેણે 9 બોલમાં 31 રન ફટકાર્યા હતા. તેની બેટિંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારતનો નવો ફિનિશર બની ગયો છે. આ જ કારણ છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની સરખામણી ધોની સાથે કરી હતી.

સૂર્યાએ રિન્કુ સિંહની સરખામણી ધોની સાથે કરી

સૂર્યાએ  રિન્કુ સિંહ(Suryakumar Yadav On RinkuSingh)ની સરખામણી ધોની સાથે કરતાં કહ્યું હતું કે, 'જ્યારે મેં પહેલી મેચમાં રિન્કુને બેટિંગ કરતા જોયો ત્યારે તે મને ખૂબ સારું લાગ્યું હતું. રિન્કુએ જે રીતે ધીરજ બતાવી અને શાંત રહી મેચ ફિનિશ કરી, તેનાથી મને કોઈની યાદ આવી ગઈ.' સૂર્યાના આ કહ્યા બાદ મેચ પ્રેઝન્ટર મુરલી કાર્તિકે પૂછ્યું, 'તમને કોની યાદ આવી? આના પર સૂર્યાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, "બધા જાણે છે કે હું કોના વિશે વાત કરી રહ્યો છું, બધા જાણે છે કે મને કોની યાદ આવી હતી. તે ખેલાડીએ ભારત માટે આ જ કામ ઘણા વર્ષો સુધી કર્યું છે.'

અભિષેક નાયરે રિન્કુને ભારતનો નવો ફિનિશર ગણાવ્યો

રિન્કુ સિંહ જે રીતે ભારત માટે અંતિમ ઓવરોમાં મેચો ફિનિશ કરી રહ્યો છે તે જોઈને લોકોએ તેને ભારતનો નવો ફિનિશર ગણાવ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અભિષેક નાયરે પણ રિન્કુને ભારતનો નવો ફિનિશર ગણાવ્યો છે. રિન્કુ સિંહે 9 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
Related News