logo

header-ad

અમદાવાદ એટીએસનું સફળ ઓપરેશન, ચાર શ્રીલંકન નાગરિકને પકડી પાડ્યા

  • Published By : Jago News
  • Updated on : 2024-05-21 11:12:48

અમદાવાદ: ગુજરાત ATS19 મેની રાત્રે અમદાવાદ ચાર શ્રીલંકન નાગરિક મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ ધરપકડ કરી છે. જેમાંથી એક નાગરિક પાસે પાકિસ્તાનના વિઝા પણ મળી આવ્યા છે. જો કે હજી સુધી દુભાષિયાની મદદથી એ જાણી નથી શકાયું કે તે પાકિસ્તાન ગયો હતો કે નહીં. પરંતુ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે આખું ષડયંત્ર શ્રીલંકા-પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હતું.

ચારેય આતંકીને ટેક્સી કરીને જ્યાં હથિયાર પડેલા હતા ત્યાં પહોંચવાનું હતું
ગુજરાતની શાંતિ ડહોળવા માટે પાકિસ્તાનમાં બેઠેલો અબુ શ્રીલંકન નાગરિકને ઇ-મેઇલમાં ફોટો અને લોકેશન મોકલતો હતો. ઇ-ઈમેલમાં આવેલા આ ફોટમાં અમદાવાદ લખેલું હતું. તેમજ ચિલોડાની નર્મદા કેનાલનું લોકેશન હતું. જ્યારે આ ચારેયના કોઈ સપોર્ટરે નાના ચિલોડા પાસે નર્મદા કેનાલની બાજુમાં એક બેગની અંદર હથિયારો મૂકી દીધા હતા. આ ચારેયને ટેક્સી કરીને જ્યાં હથિયાર પડેલા હતા ત્યાં પહોંચવાનું હતું.

ATS સમક્ષ સ્લીપર સેલને શોધવાનો સૌથી મોટો પડકાર
આ ઘટનાક્રમ વચ્ચે તપાસ એજન્સી માટે હવે ઘાસમાંથી સોય શોધવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાત ATS સમક્ષ ISISને મદદ કરતા સ્લીપર સેલને શોધવાનો અને તેને ઓળખી કાઢવાનો સૌથી મોટો પડકાર ઉભો થયો છે. હાલ આ કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાની વાત સામે આવી છે. આમ ગુજરાતમાં ફરી એક વખત પાકિસ્તાન કનેક્શનનું મૂળ સામે આવ્યું છે. થોડા સમય પહેલાં ડ્રગ્સથી લઈ જાસુસી અને હવે હથિયારો સાથે સુસાઇડ બોમ્બર અમદાવાદ આવીને હથિયાર લેવા જવાના હતા ત્યાં સુધીની લિંક સાબિત થઈ ગઈ છે.

 

Related News