logo

header-ad

બજેટ પહેલાં શેરમાર્કેટમાં ઉછાળો, પહેલીવાર સેન્સેક્સ 79,855 હજારને પાર

  • Published By : Jago News
  • Updated on : 2024-07-02 12:15:18

મુંબઈ: શેરબજાર 2જી જુલાઈએ ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 79,855ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 24,236ના સ્તરને સ્પર્શ્યો. જો કે આ પછી માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,400ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ ડાઉન છે. તે 24,100ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઘટાડો અને 12માં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને મેટલ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આઇટી, એનર્જી અને એફએમસીજી શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે.​​​​​​

Related News