logo

header-ad

શ્રીહરિચરણ થયા હરિપ્રસાદ સ્વામી, આ સમાચારથી ભક્તોના આંસુ નથી રોકાઈ રહ્યા

  • Published By : Jago News
  • Updated on : 2021-07-27 09:48:50

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. ભક્તોના આંસું રોકાઈ નથી રહ્યા. મંદિર (Haridham Sokhada) ની બહાર અનેક ભક્તો રડતા ચહેરે જોવા મળ્યા. 

ભક્તો મંદિર બહાર રડી પડ્યા 
રાત્રે હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનના સમાચાર આવતા જ ભક્તોમાં ગમગીની છવાઈ ગઈ છે. હરિભક્તોની ગઈકાલ રાતથી જ સોખડા મંદિર ખાતે આવવાના શરૂઆત થઈ ગઈ છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિર બહાર રડતા જોવા મળી. એક હરિભક્ત મહિલાએ કહ્યુ કે, અમારા માતાપિતા કરતા સવાયા તેઓ અમારા ભગવાન જેવા હતા. ભગવાનને પ્રાર્થના છે અમારી. સવારે છ વાગ્યાના દર્શને આવ્યા છીએ. જ્યા સુધી તેમના દર્શન નહિ થાય ત્યા સુધી અહી જ ઉભા રહીશું. 

વડોદરા સંતોનો ખજાનો હતો - મંત્રી યોગેશ પટેલ 
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, અમારુ વડોદરા સંતોનો ખજાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ, દાદા ભગવાન, કેવલાનંદજી મહારાજ, સાવલીવાલા સ્વામી.... છેલ્લે ગુરુપૂર્ણિમાના દિવસે હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન થયા હતા. અમારો સંતોનો ખજાનો લૂંટાઈ ગયો. લાખો ભક્તોને મૂકીને પાંચેય સંતો પંચમહાભૂત થયા. ત્યારે ભક્તોને કોણ સહારો આપશે. 

 

Related News