logo

header-ad

ભારત જોડો યાત્રામાં 10 ડિસેમ્બરના રોજ સોનિયા ગાંધી પણ જોડાઈ શકે છે

  • Published By : Jago News
  • Updated on : 2022-12-08 17:19:42

જયપુર: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ગુરૂવારે સવારે જયપુર ઉતર્યા બાદ હેલિકોપ્ટર મારફતે રણથંભોર પહોંચ્યા હતા. તે 11મી ડિસેમ્બર સુધી રાજસ્થાનમાં રહેશે. શુક્રવારના રોજ 9 ડિસેમ્બરના રોજ રણથંભોરમાં સોનિયાગાંધીનો જન્મદિવસ ઉજવવામાં આવશે અને આગામી 11 ડિસેમ્બરના રોજ બપોરે 2.20 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હી પરત ફરશે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 ડિસેમ્બરના રોજ નહીં નીકળે. આ યાત્રા આગામી 10 ડિસેમ્બરથી તેના સમયપત્રક અનુસાર આગળ વધશે. 

તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીનું હેલિકોપ્ટર આજે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રણથંભોરના શેરપુર હેલિપેડ પર ઉતર્યું હતું. અહીં વહીવટી અધિકારીઓએ તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સોનિયા ગાંધી SPGની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રણથંભોરની હોટેલ શેરબાગ પહોંચ્યા હતા. જ્યાં હોટેલમાં પણ સોનિયા ગાંધીનું રાજસ્થાની શાહી શૈલીમાં ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

સોનિયા ગાંધી શુક્રવાર અને 9 ડિસેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ રણથંભોરમાં ઉજવશે. તે ભારત જોડો યાત્રામાં પણ ભાગ લઈ શકે છે. મળતી માહિતી મુજબ હવે રાજસ્થાનમાં 9 ડિસેમ્બરના રોજ ભારત જોડો યાત્રા પર બ્રેક હશે. 10 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં આ યાત્રામાં માત્ર મહિલાઓ જ ચાલવાની છે. તે દિવસે સોનિયા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લેશે. 

 

Related News