logo

header-ad

સલમાન ખાનના ચાહકો બન્યા બેકાબૂ, ફિલ્મ Tiger-3 જોવા આવેલા ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટાકડા

  • Published By : Jago News
  • Updated on : 2023-11-13 17:22:53

Tiger 3 Release : સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. આ એક્શન પેક ફિલ્મ માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે 12 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીના તહેવાર પર ટાઈગર 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ. 


વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ

ગઈ કાલ તા. 12 નવેમ્બર 2023ના રોજ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રીલીઝ થઈ હતી.. જે પછી ચાહકો સલમાન ખાનની ફિલ્મનો જશ્ન મનાવવા માટે ઉમટી પડ્યા હતા. અને તેમા કેટલાક ચાહકોએ તો તેના સુપરસ્ટારની ફિલ્મને સેલિબ્રેટ કરવા માટે થિયેટર્સમાં જ આતશબાજી કરી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચાહકોએ ટાઈગર 3 નો જશ્ન મનાવવા માટે કરી આતશબાજી

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં માલેગામમાં મોહન સિનેમાનો એક વીડિયો X પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફેન્સ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ને થિયેટરમાં જોતા ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. તો સિનેમા હોલમાં એક મિનિટ સુધી આતશબાજી થયા બાદ કેટલાક ફેન્સ સુરક્ષિત જગ્યા પર જવા માટે ભાગતા જોવા મળી રહ્યા હતા. 

થિયેટરમાં આતશબાજી કરવા પર પોલીસે ફરિયાદ દાખલ કરી

સિનેમાઘરમાં આતશબાજી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે પોલીલ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમા પોલીસે કલમ 112 હેઠળ આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેમજ માહિતી પ્રમાણે હાલમાં બે લોકોની ધરપકડ કરી હતી. 

આ ખતરનાક છે : સલમાન ખાન

થિયેટરની અંદર ફટાકડા ફોડવાના વીડીયો વાયરલ થયા બાદ સલમાન ખાને તેના X હેન્ડલ પર એક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, "હું ટાઇગર 3 દરમિયાન થિયેટરની અંદર ફટાકડા વિશે સાંભળી રહ્યો છું. આ ખતરનાક છે. ચાલો આપણે પોતાને અને બીજાને જોખમમાં મૂક્યા વિના ફિલ્મનો આનંદ માણીએ. સુરક્ષિત રહો"

Related News