logo

header-ad

'સાથ નિભાના સાથિયા'ના 'અહમ' પર દુઃખનો પહાડ તૂટી પડ્યો, પિતાનું થયું નિધન

  • Published By : Jago News
  • Updated on : 2023-11-21 17:40:54

નવી મુંબઈ: ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં 'અહમ મોદી'નું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલા એક્ટર મોહમ્મદ નાઝીમ ખિલજી પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે અભિનેતાના પિતાનું નિધન થયુ છે.

અભિનેતાએ તેના પિતાના નિધનના સમાચાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા. નાઝિમે કહ્યું કે, તેને આ વાતનો ઘણો અફસોસ છે કારણ કે, તેણે તેના પિતા સાથે આગામી દિવસોમાં તીર્થ યાત્રાનું આયોજન કર્યું હતુ. 

ADVERTISEMENT

મોહમ્મદ નાઝિમે તેના માતા-પિતા બંનેને લઇને એક ઇમોશનલ પોસ્ટ શેર કરી. પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું કે- 'મારા પિતાનું ગઈકાલે બપોરે નિધન થયું. તેમને જતા જોવું એ મારા જીવનનો બીજો સૌથી પીડાદાયક દિવસ હતો, કારણ કે મેં તેમની સાથે મક્કા, સઉદી વગેરે જવાનું આયોજન કર્યું હતુ.

અભિનેતાએ આગળ લખ્યું- “આજે મેં મારા માતા-પિતા બંનેને ગુમાવી દીધા છે. હું ઈચ્છું છું કે હું સમય પાછો ફેરવી શકું... હું જાણું છું કે, મારા માતા-પિતા બંને મારા પર નજર રાખી રહ્યા છે અને હું દુનિયાનો સૌથી નસીબદાર પુત્ર છું.”

Related News