logo

header-ad

ભારતીય ટીમને કોની નજર લાગી?, ટેસ્ટ પછી વનડે સિરીઝમાં ઈન્ડિયન ટીમનો ધબડકો; દ.આફ્રિકાએ 2-0ની અજેય લીડ મેળવી, ભારતીય બોલર્સનું શરમજનક પ્રદર્શન

  • Published By : Jago News
  • Updated on : 2022-01-22 11:27:03

પાર્લ: દ.આફ્રિકાના પાર્લમાં રમાયેલી બીજી વનડે મેચમાં SA7 વિકેટથી ઈન્ડિયન ટીમને હરાવી દીધી. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 288 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જેના જવાબમાં આફ્રિકાએ 11 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 7 વિકેટથી મેચ જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે પાવરપ્લે અને મિડલ ઓવરમાં ઈન્ડિયન બોલર્સનું શરમજનક પ્રદર્શન રહેતા ટીમ જરૂર હતી ત્યારે વિકેટ લઈ શકી નહોતી. જેના પરિણામે આફ્રિકન બેટરે સરળતાથી આ મેચ જીતી સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે.


રિષભ પંત સદી ચૂક્યો

·         ટીમ ઈન્ડિયાએ 64ના સ્કોર પર પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી રિષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો.

·         પંતે મેદાન પર આવતાની સાથે જ આક્રમક રીતે ગેમ રમી 43 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.

·         રિષભ મેદાનમાં 360 ડિગ્રી લોફ્ટેડ શોટ ફટકારી રહ્યો હતો અને તેની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે સરળતાથી સદી પૂરી કરી શકશે.

·         જોકે, આવું થઈ શક્યું નહીં અને તે તબરેઝ શમ્સીના બોલ પર 85 રન કરીને આઉટ થઈ ગયો હતો.

 

કોહલી 450મી ઈન્ટરનેશનલ મેચમાં 0 રન કરી આઉટ
વિરાટ કોહલી આ મેચમાં પણ સ્પિનર્સની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. તેવામાં જોવાજેવી વાત એ રહી કે બીજી વનડેમાં પણ તેમ્બા બઉમાએ કોહલીનો કેચ પકડ્યો હતો.

·         પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની 450મી ઈન્ટરનેશનલ મેચમાં 0 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

·         તમને જણાવી દઈએ કે 2008મા શ્રીલંકા સામે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કોહલી 450મી મેચ રમવાનારો ચોથો ઈન્ડિયન બની ગયો છે.

·         કોહલી પહેલા સચિન તેંડુલકર (664), એમ.એસ.ધોની (535) અને રાહુલ દ્રવિડ (505)ના નામે આ રેકોર્ડ હતો.


'નિલિંગ ડાઉન' પ્લાન SAના બોલર-બેટર બંનેને ફળ્યો
હવે તમે વિચારી રહ્યા હશો કે આ 'નિલિંગ ડાઉન' ગેમ પ્લાન એટલે શું? તો તમને જણાવી દઈએ કે આ એ રણનીતિ છે જેનો ઉપયોગ કરીને વેન ડેર ડૂસેન અને તેમ્બા બઉમાએ પહેલી વનડેમાં 200+ રનની પાર્ટનરશિપ કરી દીધી હતી. આ નિલીંગ ડાઉનનો અર્થ એ છે કે ઘૂંટણીયે બેસી શોટ મારવો. જેને સ્વીપ શોટ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે પહેલી વનડે મેચમાં આફ્રિકન બેટર્સે ચહલ અને અશ્વિન સામે સ્વીપ અને રિવર્સ સ્વીપ મારીને સ્પિનર્સને મુશ્કેલીમાં મુકી દીધા હતા. જેના કારણે જ ડુસેન વિસ્ફોટક બેટિંગ કરી સદી સુધી પહોંચી ગયો હતો.

 

Related News