logo

header-ad

'RRR'ને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને 'નાટૂ નાટૂ'ને બેસ્ટ સોંગનો અવૉર્ડ મળ્યો, રાજમૌલિએ કહ્યું- મેરા ભારત મહાન

  • Published By : Jago News
  • Updated on : 2023-01-16 18:28:43

'RRR'એ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ જીત્યા બાદ હવે આ ફિલ્મે ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં પોતાના નામે 2 અવૉર્ડ કર્યા છે. એસ એસ રાજમૌલિની આ ફિલ્મને ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા 'નાટૂ નાટૂ'ને બેસ્ટ સોંગનો અવૉર્ડ મળ્યો છે. ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સ લોસ એન્જલસમાં યોજાયો હતો.

રાજમૌલિની વિનિંગ સ્પીચ વાઇરલ
એસ એસ રાજમૌલિની વિનિંગ સ્પીચ સો.મીડિયામાં વાઇરલ થઈ છે. રાજમૌલિએ કહ્યું હતું, 'મારા જીવનમાં આવેલી તમામ મહિલાઓ માટે. મારી માતા રાજા નંદિની માનતા હતા કે સ્કૂલ એજ્યુકેશન વધુ પડતું ઓવરરેટેડ છે અને તેથી જ તેઓ મને કોમિક્સ તથા સ્ટોરી બુક્સ વાંચવામાં પ્રોત્સાહન આપતા હતા. આ જ કારણે મારી ક્રિએટિવિટી વિકસી શકી છે. મારી ભાભી શ્રીવલ્લી મારા માતા સમાન છે અને તેમણે પણ મને હંમેશાં પ્રોત્સાહનઆપ્યું છે. મારી પત્ની રમા મારી ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરે છે, પરંતુ તે મારા જીવનની ડિઝાઇનર છે. જો તે અહીંયા ના હોત તો આજે હું અહીંયા ના હોત. મારી દીકરીઓનું હાસ્ય મારા જીવનને ખુશીઓથી ભરી દે છે. અંતે. મારી જન્મભૂમિ ભારત, મેરા ભારત મહાન, જય હિંદ....'

'નાટૂ નાટૂ'ના કમ્પોઝર એમ એમ કીરવાણીએ અવૉર્ડ લેતા સમયે કહ્યું હતું, 'તમામનો ખૂબ ખૂબહ આભાર. તે આ અવૉર્ડ્સ મેળવીને ઘણાં જ ખુશ છે. તે કોરિયોગ્રાફર, લિરિક્સ રાઇટર, સિંગર્સ, પ્રોગ્રામર્સ તથા ડિરેક્ટર વતી તમામ ક્રિટિક્સનો આભાર માને છે.

'નાટૂ નાટૂ'ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો
ઉલ્લેખનીય છે કે આ પહેલાં RRRના ગીત નાટૂ-નાટૂને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગનો ખિતાબ મળ્યો હતો.

જેમ્સ કેમરુને 'RRR' બેવાર જોઈ
જેમ્સ કેમરુને 'RRR' ફિલ્મ બેવાર જોઈ હતી. તેમને આ ફિલ્મ ઘણી જ ગમી હતી. એકવાર જોયા બાદ તેમણે તેમની પત્ની સુઝીને આ ફિલ્મ જોવાનું કહ્યું હતું અને પછી પત્ની સાથે આ ફિલ્મ ફરી જોઈ હતી. ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સમાં જેમ્સ કેમરુને 10 મિનિટ સુધી એસ એસ રાજમૌલિ સાથે વાત કરી હતી.

1200 કરોડની કમાણી કરી હતી
ફિલ્મ 'RRR' ગયા વર્ષે માર્ચમાં થિયેટરમાં રિલીઝ થઈ હતી અને એણે બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રાજામૌલી દ્વારા નિર્દેશિત 'RRR' રાષ્ટ્રવાદ અને ભાઈચારો પર આધારિત છે. આમાં પ્રખ્યાત અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત છે.

 

Related News