logo

header-ad

રણબીર કપૂરની 'ANIMAL' ફિલ્મે રિલીઝ પહેલા જ રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

  • Published By : Jago News
  • Updated on : 2023-11-25 19:42:57

મુંબઈ: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું તાજેતરમાં ટ્રેલર આવી ગયુ છે. એનિમલના ટ્રેલરને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે તો 7000 વખત ટ્રેલર જોયુ છે હવે એનિમલના ટ્રેલરને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જે હજુ સુધી શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મો કરી નહીં શકી તો રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી દીધો છે અને ઈતિહાસ રચી દીધો છે.

...તો એનિમલે આવી રીતે રચ્યો ઈતિહાસ

કબીર સિંહના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર પહેલી વખત એક ગેંગસ્ટરનો રોલ કરશે. રણબીરનો આ રોલ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સાથે જ બોબી દેઓલના લુકના ચાહકો દિવાના થઈ રહ્યા છે જ્યારે એનિમલ ફિલ્મનું ટ્રેલર આવ્યુ તો રણબીર કપૂરે યુટ્યૂબ પર તે રેકોર્ડ બનાવી દીધો, જે શાહરૂખ ખાનની જવાન અને સલમાન ખાનની ટાઈગર 3 બનાવી શકી નથી.

એનિમલે બનાવ્યો યુટ્યૂબ પર રેકોર્ડ

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરને યુટ્યૂબ પર વારંવાર જોવામાં આવી રહ્યુ છે. 1 દિવસ પહેલા એટલે કે ગુરૂવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને અત્યાર સુધી 54 મિલિયનની આસપાસ વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ ટ્રેલર સોશિયલ મીડિયા પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. 

Related News