logo

header-ad

રાઘવજી પટેલની તબિયત સ્થિર, કૃષિ અને પંચાયત વિભાગનો ચાર્જ બચુભાઈ ખાબડને સોંપાયો

  • Published By : Jago News
  • Updated on : 2024-02-12 18:36:50

ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને કારણે તેમનો ચાર્જ બચુભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો છે. રાજ્ય મંત્રી કુંવરજી હળપતિને અન્ય વિભાગનો હવાલો સોંપાયો છે. વિધાનસભામાં મંત્રીની ગેરહાજરીમાં વિભાગના જવાબો આપવા ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાઘવજી પટેલની તબિયત સ્થિર

ગુજરાતમાં ભુપેન્દ્ર સિંહ પટેલની સરકારમાં કૃષિ મંત્રાલયનું નેતૃત્વ કરનારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાની પણ માહિતી છે. 

ઉલ્લેખનીય છે કે, રાઘવજી પટેલ જામનગરના પસાયા બેરાજામાં 'ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન રાત્રે અચાનક તેઓને બ્રેઈન સ્ટ્રોક આવતા જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. 

આનંદીબહેન પટેલ સરકારમાં બચુભાઈ ખાબડ મંત્રી રહી ચૂક્યા છે

દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ 2022ની ચૂંટણીમાં 44,201 મતની લીડ સાથે AAP ઉમેદવાર સામે જીત મેળવી હતી. 2002, 2012, 2017 અને 2022માં દેવગઢ બારિયા બેઠક પરથી બચુભાઈ ખાબડ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજ્યની આનંદીબહેન પટેલ સરકારમાં પણ તેઓ મત્સ્ય, જંગલ અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે.

Related News