logo

header-ad

NRI માટે નેવાર્કથી ડાયરેક્ટ અમદાવાદની ફ્લાઈટ શરૂ કરવાની રજૂઆત

  • Published By : Jago News
  • Updated on : 2024-02-03 20:37:11

ગાંધીનગર: અમેરિકામાં રહેતા ભારતીયોની ઈચ્છા હોય કે તેઓ એક જ ફ્લાઈટમાં પોતાના વતન પહોંચી જાય. પરંતુ આવું શક્ય બનતું નથી. જોકે એર ઈન્ડિયાએ આ અંગે શરૂઆત કરી દીધી છે. જોકે હજુ સુધી નેવાર્કથી અમદાવાદની સીધી ફ્લાઈટ શરૂ થઈ શકી નથી. ત્યારે આ અંગે ગુજરાતના ઉડ્યન અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરવામાં આવી. ખડાયતા સમાજ ઓફ નોર્થ અમેરિકા અને સ્વજનના કો-ફાઉન્ડર નલિનભાઈ શાહ, ગુજરાત દર્પણના તંત્રી સુભાષ શાહ અને અન્ય સિનિયર સિટીઝન સભ્ય રાકેશ શાહે બળવંતસિંહ રાજપૂતની શુભેચ્છા મુલાકાત લીધી અને ફ્લાઈટ માટે આવેદપત્ર આપ્યું. સાથે જ તેમણે મંત્રીજી સાથે ચર્ચા કરી કે અમેરિકાથી આવતાં એનઆરઆઈ અને ખાસ કરીને સિનિયર સિટીઝન ભાઈ-બહેનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગુજરાત દર્પણના તંત્રી સુભાષ શાહે જણાવ્યું હતું કે અમેરિકામાં 2019ની વુડબ્રિજ સિનિયરની દિવાળી પાર્ટીમાં આ અંગે સિનિયર લોકોના જુદા-જુદા પ્રશ્નોની રજૂઆત અને માગોને ધ્યાનમાં રાખીને એક આવેદનપત્ર તૈયાર કર્યુ હતું. પરંતુ સંજોગવશાત તે પહોંચાડી શક્યા નહોતા. પરંતુ આખરે નલિનભાઈ શાહના સાથ-સહકારથી ગુજરાત આવવાની તક મળી તો આ અંગે અમે મંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું. બદલામાં બળવંતસિંહ રાજપૂતે યોગ્ય કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો. 


Related News